અમદાવાદ-લંડન-નેવાર્કની વચ્ચે જલ્દી શરૂ થશે ફ્લાઇટની શરૂઆત: એર ઇન્ડિયા

ભોપાલ: દુનિયાના અલગ અલગ શહેરોને દેશો સાથે જોડવાની દિશામાં એક સ્ટેપ વધારે આગળ ભરતા દેશની પ્રતિષ્છિત એરલાઇન્સ એરઇન્ડિયા જલ્દીથી અમદાવાદ-લંડન-નેવાર્કની વચ્ચે 15 ઓગસ્ટથી નવી ફ્લાઇટ શરૂ કરવી જઇ રહી છે. જો કે દિલ્હી મેડ્રિડ વચ્ચે એરલાઇન્સની શરૂઆત ડિસેમ્બરમાં કરવામાં આવશે. એરઇન્ડિયાના શીર્ષ અધિકારીએ જણાવ્યું કે આગળના ચાર વર્ષોમાં તેનો વિસ્તાર વધારવામાં આવશે.

એરઇન્ડિયાના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક અશ્વિનિ લોહાણીએ જણાવ્યું કે, ‘એરઇન્ડિયાના વિસ્તારના કારણે 15 ઓગસ્ટથી અમદાવાદ લંડન નેવાર્કની વચ્ચે ફ્લાઇટની શરૂઆત કરવા જઇ રહ્યા છીએ જો કે દિલ્હી મેડ્રિડ વચ્ચે એરલાઇન્સની શરૂઆત ડિસેમ્બરમાં કરવામાં આવશે.’

લોહાનીએ આ વાત ભોપાલમાં એર ઇન્ડિયા એરિયા મેનેજર ઓફિસના ઉદ્ધાટન માટે આયોજિત કાર્યક્રમ દરમિયાન કહી હતી. તેઓએ વધુમાં ડજમાવ્યું હતું કે અમે ઘણી નવી ફ્લાઇટો શરૂ કરી છે. અમે પહેલા જ દિલ્હીથી સેન ફ્રાન્સિસ્કો અને વીએનાની વચ્ચે ફ્લાઇટ શરૂ કરી ચૂક્યા છે. આગળના વર્ષે અમારી યોજના પાંચ છ નવી ફ્લાઇટ્સ વોશિંગ્ટન અને આફ્રિકી દેશો વચ્ચે શરૂ કરવાની છે. આ દિશામાં અમે સતત આગળ વધી રહ્યા છીએ.

You might also like