NADA તરફથી ક્લિન ચીટ મળે તો નરસિંહ રિયોમાં જઇ શકે છે : IOA

નવી દિલ્હી : ડોપિંગ વિવાદમાં ફસાયેલ રેસલ નરસિંહ યાદવ માટે એક રાહતનાં સમાચાર છે. રરિયો ઓલમ્પિકમાં જવાનો તેનો રસ્તો હજી સુધી બંધ નથી થયો. ભારતીય ઓલમ્પિક સંઘે ગુરૂવારે કહ્યું કે જો નરસિંહને ડોપિંગ પ્રકરણમાં નાડા દ્વારા ક્લિન ચીટ આપવામાં આવે છે તો તે રિયોમાં હિસ્સો લઇ શકે છે. પ્રવિણ રાણા તો તેની અવેજીમાં રિયો ખાતે મોકલવામાં આવ્યો છે. પ્રવિણને પોતાને પણ તેમાં કોઇ વિરોધ નથી.

ભારતીય કુશ્તી મહાસંઘે 74 કિલોગ્રામ ફ્રી સ્ટાઇ કોટામાં માટે પ્રવિણ રાણાની પસંદગી કરી છે. નરસિંહ રાણા પ્રતિબંધિત દવાનું સેવન ટેસ્ટમાં પોજિટીવ નિકળ્યો હતો. નરસિંહ મુદ્દે આગામી સુનવણી નાડા દ્વારા કરવામાં આવી રહી છે. આઇઓએનાં મહાસચિવ રાજીવ મહેતાએ કહ્યું કે આઇઓએ પોસ્ટ ઓફીસ જેવું છે. અમે સુવિધા આપી રહ્યા છીએ. અમે ડબલ્યુએફઆઇની ઇચ્છા અંગે નરસિંહનાં બદલે પ્રવિણ રાણાનું નામ આપ્યું છે.

જેને યુનાઇટેડ વર્લ્ડ કુશ્તીએ પણ સ્વિકાર કર્યો છે. જો કે ડબલ્યુએફઆઇ નરસિંહને બીજી વખત મોકલવા ઇચ્છે તો પહેલા નાડા પેનલની લીલી ઝંડી મળવી જોઇએ. આંતરરાષ્ટ્રી મહાસંઘ આ અંગે સંમત હોવું જોઇએ. અમને કોઇ વાંધો નથી કે નરસિંહ ઓલમ્પિકમાં રમે.

You might also like