કૃષ્ણનગર પાસે બે લકઝરી, કાર અને ટ્રક અથડાતાં દસને ઈજા

અમદાવાદ: નેશનલ હાઇવે નં. ૮ પર નરોડા-નિકોલ વચ્ચે કૃષ્ણનગર પાસે મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ બે લકઝરી બસ, બોલેરો કાર તથા ટ્રક અથડાતાં દસથી વધુ લોકોને ઇજા થઇ હતી. અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.

કૃષ્ણનગરના નંદ બંગલોમાં રહેતા શ્યામભાઇ શંકરભાઇ કુંવરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં લકઝરી ચાલક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.  નરોડા પા‌િટયાથી નેશનલ હાઇવે તરફ પુરઝડપે પસાર થઇ રહેલી પંજાબ પા‌િસંગની લકઝરી બસના ચાલકે ‌િસ્ટય‌િરંગ પરનો કાબૂૂ ગુમાવતાં સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ટક્કર મારી હતી. દરમિયાનમાં લકઝરી બસની પાછળ આવતી બોલેરો કારના ચાલકે એકાએક બ્રેક મારતાં તેણે પર ‌િસ્ટય‌િરંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને લકઝરી બસ સાથે અથડાઇ હતી. ત્યારબાદ બોલેરો કારની પાછળ આવતી વધુ એક લકઝરીએ પણ બોલેરોને ટક્કર મારતાં ‌િડવાઇડર તોડી નાખ્યું હતું.

રાતે એકાએક થયેલા અકસ્માતમાં ડો. જાહેદભાઇ ગોગાભાઇ સોલંકી (રહે. ભાવનગર), સલીમભાઇ રહેમભાઇ પો‌િલયા (રહે. ભાવનગર), દાઉલાલ ગેલામભાઇ ઉફેર (રહે. સુરત), સુરેશકુમાર અર્જુનદાસ જૈન (રહે. સુરત) જ્યોતિ સુરેશભાઇ જૈન (રહે. સુરત), ઇકબાલ મલીક (રહે. ભાવનગર), સુરેશ મેવાલાલ ગુર્જર (રહે. સુરત), દુર્ગાસિંગ હીરાસિંગ ખરવડ (રહે. રાજસ્થાન), મોહંમદભાઇ દાદનભાઇ કલા‌િણયા (રહે. ભાવનગર), અશોકભાઇ શ્યામભાઇ માંગ‌િલયા (રહે. ભાવનગર)નાઓને નાની-મોટી ઇજા પહોંચતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે અન્ય પેસેન્જરોને સામાન્ય ઇજા પહોંચતાં ઘટનાસ્થળે પ્રાથ‌િમક સારવાર આપવામાં આવી હતી.

ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત કૃષ્ણનગર પોલીસને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. બે લકઝરી બસ અને બોલેરો કારના કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ
ગયો હતો.

પોલીસે લકઝરી બસ અને બોલેરો કારને ભારે જહેમત બાદ રોડ સાઇડમાં કરતાં કલાકો સુધી અટવાયેલા ટ્રાફિકને ક્લીયર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પંજાબ પા‌િસંગનો લકઝરી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. કૃષ્ણનગર પોલીસે લકઝરી બસના ચાલક વિરુદ્ધમાં અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like