VIDEO: ગુજરાતમાં પાણીને લઈ સંકટ ટળ્યું છે: CM રૂપાણી

ગુજરાતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં પાણીને લઈને ઊભું થયેલું સંકટ હાલ પૂરતું ટળ્યું હોવાની તેઓએ મહત્વની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,”દિલ્હીમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સરદાર સરોવર ડેમમાંથી ડેડ વોટર સિપેજ વોટર ઉપાડવાની મંજૂરી મળી ગઈ છે.

જેનાં કારણે ગુજરાત હવે 31 જુલાઈ સુધી પીવાનાં પાણી માટે આ પાણી ઉપાડી શકશે. જેનો લાભ 9 હજારથી વધુ ગામો અને 160થી વધુ શહેરોને મળશે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયથી રાજયમાં હાલ પીવાનાં પાણીની સમસ્યા હલ થઈ ગઇ છે.”

જો કે, ઉનાળું સિંચાઈ માટે પાણી આપી શકાશે નહીં. સીએમ રૂપાણી ગાંધીનગર ખાતેની શિક્ષણ વિભાગની ચિંતન શિબિરમાં હાજરી આપવા આવ્યાં હતાં. આ બેઠક બાદ તેમ ણે આ નિવેદન આપ્યું હતું.

You might also like