Categories: India

રાજનાથે ગણાવી ઇશરતને આતંકવાદી : સત્યપાલ સિંહે કહ્યુ મોદીને ફસાવવા જ થઇ હતી સીટની રચના

નવી દિલ્હી : ઇશરત જહા કેસમાં એસઆઇટીનાં ચીફ રહેતા સત્યપાલ સિંહે ઘણા મહત્વનાં ખુલાસાઓ કર્યા હતા. સત્યપાલ સિંહે કહ્યું કે આમુદ્દે તેના પર ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આરોપી બનાવવા માટેનું દબાણ હતું. તેને આદેશો આપવામાં આવ્યા હતા કે કોઇ પણ રીતે આ સમગ્ર મુદ્દે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફસાય તેવો ગાળીયો કરવાનો છે. સત્યપાલ સિંહે તો ત્યાં સુધી કહ્યું કે મને નરેન્દ્ર મોદી સુધી સીધા પહોંચવા માટેનાં નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા. આ મુદ્દે મોદીને ફસાવવા માટે જ મને એસઆઇટીની જવાબદારી સોંપવામાં આવી હતી.

સત્યપાલ સિંહે કહ્યું કે પ્રકારે એસઆઇટીની રચનાં કરવામાં આવી હતી તેનો અર્થ માત્ર ઇશરત જહા એન્કાઉન્ટરને નકલી સાબિત કરવાનો જ હતો. આ એન્કાઉન્ટરમાં સંડોવાયેલા અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિત તમામ લોકોનો સફાયો કરવાનો હતો.
વાંચો રાજનાથ સિંહે શું કહ્યું …
તો બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે લોકસભામાં કહ્યું કે આજે ભારત જ નહી પરંતુ આખુ વિશ્વસ આતંકવાદ સામે જજુમી રહ્યું છે. આતંકવાદ સંબંધિત કોઇ પણ મુદ્દે રાજનીતિ ન થવી જોઇએ. ઇશરત જહા આ મુદ્દે ગૃહમંત્રીએ ડેવિડ હેટલીનાં નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે સંપ્રગ સરકારમાં આખા હલફનામાને જ બદલી નાખવામાં આવ્યું હતું. દુખ સાથે કહેવું પડે છે કે ઇશરત જહાનાં મુદ્દે ગત્ત સરકાર ફ્લિપ ફ્લોપ થઇ હતી. તેમણે કહ્યું કે ગત્ત સરકારમાં ઇશરત મુદ્દે બીજા શપથ પત્રો દાખલ કરવામાં આવ્યા. આ મુદ્દાની તપાસ ચાલી રહી છે.

રાજનાથે કહ્યું કે બહુ જ દુખ સાથે કહેવું પડે છે કે આ મુદ્દે ઘણા લોકોને ફસાવવા માટેનાં પ્રયાસો કરવામાં આવ્યા. આ માટે સરકાર દ્વારા જ ષડયંત્ર રચવામાં આવ્યું. હલફનામાં બદલી નાખવામાં આવ્યા. જો કે હાલ આ મુદ્દે ઘણી ફાઇલો પણ ગુમ થઇ ચુકી છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

19 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

19 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

19 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

19 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

19 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

19 hours ago