Categories: India

30 સપ્ટેમ્બર સુધી અઘોષિત આવકનો ખુલાસો કરો, નહીતર કાર્યવાહી થશે: મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્ય્મથી દેશને સંબોધિત કર્યો હતો. ‘મન કી બાત’ કાર્યકરમના 21મા સંસ્કરણની શરૂઆતમાં પીએમ મોદીએ દેશવાસીઓ અને ખેડૂતો સારા વરસાદ માટે શુભેચ્છા પાઠવી હતી.

મોદીની મન કી બાતના મુખ્ય અંશ: 
– પૂણે અને સત્યભામા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સેટેલાઇટ બનાવ્યો જેને ઇસરોમાં લોન્ચ કર્યો.
– એરફોર્સમાંદેશની ત્રણ દિકરીઓએ ફાઇટર પ્લેનમાં પાયલોટ બનીને આપણું માન વધાર્યું.
– બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં આ વખતે કેટલાક બીજા દેશ સામેલ થયા.
– બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર બાળકીઓને મોકલેલા સંદેશને આ અવસર પર સંભળાવવામાં આવ્યા.
– યોગના પ્રચારને વધારવાની વાત કહી. આયુષ મંત્રાલયની વેબસાઇટ પર જવાનો આગ્રહ કર્યો.
– યોગને લઇને બધી સ્કૂલ ઓફ થોટને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રતિબદ્ધ.
– ડાયાબિટીઝ, ડિપ્રેશન જેવી ઘણી બિમારીઓથી યોગ કરીને બચી શકાય છે.
– લોકો પણ યોગથી થયેલા પોતાના ફાયદાની વાતને શેર કરે.
– હું લોકતંત્રને પ્રત્યે પ્રતિબદ્ધ છું, જ્યારે મન કી બાતનો ઘણી વાર મજાક ઉડાવવામાં આવે છે.
– આપણે લોકતંત્રને વધુ મજબૂત કરવું છે. ઇમરજન્સીની વરસી આપણને તેની યાદ અપાવે છે.
– ઇમરજન્સીની દુખદ યાદ લોકતંત્ર પર આપણા વિશ્વાસને વધુ મજબૂત કરે છે.
– લોકતંત્રનો મતલબ ફક્ત વોટ આપવાનો નથી.
– જનતા અને સરકાર વચ્ચેની ખીણ મટાડવા માટે લોકતંત્ર મજબૂત હોય છે.
– દેશમાં ઇમરજન્સી લગાવ્યા બાદ દુનિયાએ લોકતંત્રની તાકાત જોઇ.
– દેશના ત્રણ લોકોને ratemygov પર જઇને સરકારનું મૂલ્યાંકન કર્યું.
– ધીરે-ધીરે દેશનો સમય બદલાઇ રહ્યો છે. એક સમય હતો કે ટેક્સ વધુ હોવાથી ચોરીની આદત બની ગઇ હતી.
– 30 સપ્ટેમ્બર સુધી અધોષિત આવકનો ખુલાસો કરી દે. દેશવાસીઓ તેનો ખાસ ખ્યાલ રાખો.
– 30 સપ્ટેબર સુધી અઘોષિત આવકનો ખુલાસો ન કરતાં સંભવિત સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર રહો.
– સવા સો કરોડની વસ્તીમાં ફક્ત દોઢ લાખ લોકો છે જેની ટેક્સેબલ કમાણી 50 લાખથી વધુ છે.
– અમને દેશના નાગરિકો પર પુરો વિશ્વાસ છે. તેમને ટેક્સ ચોર ન ગણી શકીએ.
– આપણે દેશના કરદાતાઓને વિશ્વાસ અપાવવો પડશે.
– રાંઘણ ગેસ સબસિડીની માફક કાળાનાણા પર પણ દેશના લોકો આગળ આવ્યા.
– ચંદ્રકાંત કુલકર્ણી નામના રિટાયર સરકારી કર્મચારીએ સ્વચ્છતા અભિયાન માટે પેંશનની રકમ આપી.
– આપણે પણ વિચારીએ. દેશના લોકો તતેને પ્રેરણાની માફક લે. કરચોરી કરનાર તેને સબક સમજે.
– પાણી બચાવવાના નામ પર પૌડી ગઢવાલના સંતોષ કુમારનો સંદેશો સંભળાવવામાં આવ્યો.
– વરસાદનો આનંદ લો, પરંતું પાણીની એક-એક બુંદ બચાવવાનો પુરો પ્રયત્ન કરો.
– ઓલ ઇન્ડીયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી મોઇબાઇલ એપ્લિકેશન પર પીએમના ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવામાં આવે છે.

આ પહેલાંના સંસ્કરણમાં પીએમે પાણી બચાવો, સ્વચ્છ ભારત અભિયાન, કૌશલ વિકાસ, વિકલાંગ બાળકો માટે શિષ્યવૃત્તિ, શિક્ષણ સંસ્થાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતો માટે સમસ્યાઓ સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.

પીએમ મોટાભાગે દર મહિનાના છેલ્લા રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધિત કરે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે પીએમ જણાવે કે ઘણા વિદેશી પ્રવાસો છતાં એનએસજીના મુદ્દે તે કેમ નિષ્ફળ રહ્યા.

ગત મહિને થયેલી મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિભિન્ન પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે છોકરીઓને આગળ વધતી જોઇને ખુશ છે.

પીએમ મોદીએ પોતાના માસિક રેડિયો સંબોધનમાં કહ્યું હતું કે ‘પરીક્ષાઓમાં સારા નંબર મેળવનાર બધા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને ચમકતા તથા આગળ વધતાં જોઇને ખુશ છું.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને તે વિષય પર પોતાના વિચાર આપવાનો આગ્રહ કર્યો હતો, જેના પર તે ઇચ્છે છે કે વડાપ્રધાન ‘મન કી બાત’ કાર્યક્રમમાં વાત કરે.

admin

Recent Posts

પુલવામામાં ફરી આતંકીઓ ઘૂસ્યાઃ સુરક્ષાદળો સાથે અથડામણ જારી

શ્રીનગર: દ‌િક્ષણ કાશ્મીરના પુલવામા અને કુપવાડાના તંગદર વિસ્તારમાં ફરી એક વાર આતંકીઓની પ્રવૃત્તિ જોવા મળી છે. આ વિસ્તારમાં આતંકીઓ ઘૂસી…

20 mins ago

H. L. કોમર્સ કોલેજમાં રેગિંગ વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગનો બનાવ સામે આવ્યો…

42 mins ago

Audaની જૂની લિ‌મિટના નોન ટીપી વિસ્તારમાં પાણી-ગટરનાં કામ કરાશે

અમદાવાદ: ગત વર્ષ ર૦૦૬માં ઔડાની જૂની લિમિટના વેજલપુર, રાણીપ, બોડકદેવ જેવી કુલ ૧૭ નગરપાલિકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો. જોકે…

54 mins ago

મ્યુનિસિપલ ટેક્સ માટે ટેરિફ પંચની રચનાનો મામલો 20 વર્ષથી અધ્ધરતાલ

અમદાવાદ: શહેરી વિકાસ વિભાગ હસ્તક કાર્યરત રાજ્યનાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ટેક્સની આવક એ બહુ જ મહત્ત્વનો સ્રોત ગણાય છે,…

55 mins ago

Ahmedabad શહેરમાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ: શહેર સહિત સમગ્ર રાજ્યમાં લોકો વરસાદની ચાતકડોળે રાહ જોઇ રહ્યા છે, પરંતુ આના બદલે ગરમીએ માઝા મૂકી છે, જોકે…

1 hour ago

ટ્રેનની લાંબા રૂટની ટિકિટ પણ મોબાઈલ એપથી બુક થઈ શકશે

અમદાવાદ: વેસ્ટર્ન રેલવે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે લોન્ચ થયેલી અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમને જબ્બર પ્રતિસાદ મળતાં હવે…

1 hour ago