PM મોદીએ નિવૃત્ત થઇ રહેલા રાજ્યસભાના સાસંદોને કર્યું સંબોધન

રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહેલા સાંસદોને વિદાય આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધયા હતા. સાંસદોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે સાંસદો નિવૃત્ત થઇ રહ્યાં છે તેઓ ત્રણ તલાક બિલની ઐતિહાસિક પ્રક્રિયામાં ભાગ લઇ નહી શકે જ્યારે નવા લોકોને તક મળશે.

આ સાથે વડાપ્રધાન મોદીએ સદનમાં સાંસદોના પ્રદર્શન અને સદનને બાધિત કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું જે સાંસદ નિવૃત્ત થઇ રહ્યાં છે તે ઐતિહાસિક ક્ષણમાં ઉપસ્થિત રહી શકશે નહીં. પીએમ મોદીએ નિવૃત્ત થઇ રહેલા સાંસદોને કહ્યું કે સંસદમાં સાર્થક ચર્ચામાં ભાગ લેતા તો સારુ હોત.

પીએમ મોદીએ કહ્યું કે નિવૃત્ત સાંસદો કુરિયનના હસતા ચહેરાને મિસ કરશે. તેમણે શાનદાર રીતે સદન ચલાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને વિદાઇ અને ભવિષ્યને લઇને શુભકામના પાઠવી. હંગામાને લઇને સતત સ્થગિત રહેતી રાજ્યસભામાં બુધવારે અનોખો માહોલ જોવા મળ્યો હતો.

દરેક સાંસદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિથી સાંભળી રહ્યા હતા. રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહેલા સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.

You might also like