OBC કોટામાં પણ જાતિ આધારિત કોટા નક્કી કરશે મોદી સરકાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારએ કેન્દ્રીય સેવાઓમાં ઓબીસી જાતિઓને મળી રહેલા આરક્ષણને કેટેગરાઇઝેશન માટે એક કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ કમિશનને કેબિનેટની મંજૂરી આપી દીધી છે. કમિશન ઓબીસી કોટામાં કોટાની સંભાવના પર સ્ટડી કરશે.

હકીકતમાં ઓબીસી આરક્ષણ પર કેટલાક ઓબીસી જાતિઓ આરક્ષણનો ફાયદો ઊઠાવી રહી છે. સરકાર પાસે એવી ફરિયાદ લાંબા સમયથી આવી રહી છે કે ઓબીસી આરક્ષણના લાભ કેટલીક જાતિઓને જ મળી રહ્યો છે. એને ધ્યાનમાં રાખીને સરકારે કમીશનનો બનાવવાનો નિર્ણય કર્યો છે, જે હેઠળ આ કમીશન ઓબીસી આરક્ષણના કોટામાં કોટા શક્યતા થઇ શકે. કમિશન જો કોટામાં કોટા બનાવવાની શક્યતા પર રિપોર્ટ આપે છે તો નિશ્વિત રૂપથી ઓબીસી આરક્ષણ પર કેટલીક જાતીઓનું વર્ચસ્વ ખતમ થશે અને ઓબીસીની બાકી જાતિઓ પણ એનો ફાયદો ઊઠાવી શકશે.

જો કોટામાં કોટા હોય છે તો જે જાતિઓ અત્યાર એનો ફાયદો ઊઠાવી રહી છે એમના માટે એક સીમિત કોટા નિર્ધારિત થઇ જશે. ત્યારબાદ બાકી હિસ્સાની બાકી ઓબીસી સમાજ માટે ફિક્સ કરવામાં આવશે.

નીતીશ સરકારે પણ બિહારમાં દલિત આરક્ષણમાં કોટામાં કોટા બનાવ્યો હતો. જેમાં દલિક અને મહાદલિતના રૂપમાં વહેંચ્યા હતા, એ તર્જ પર કેન્દ્ર સરકારે પણ પગલું ભર્યું છે.

You might also like