Categories: Gujarat

નગરી હોસ્પિટલની બી વિંગ તોડી સાત માળનું નવું બિલ્ડિંગ બનાવાશે

અમદાવાદ: તાજેતરમાં ૧પ દર્દીના અંધાપાકાંડને કારણે વિવાદોમાં આવેલી મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ચી.હ.નગરી હોસ્પિટલ આધુનિક બનવા જઇ રહી છે. સત્તાધીશોએ નગરી હોસ્પિટલ માટે સાત માળની બહુમાળી બિલ્ડિંગના નિર્માણના ચક્ર ગતિમાન કર્યા છે.

શહેરના નવરંગપુરા વોર્ડમાં આવેલી નગરી હોસ્પિટલની હયાત વર્ષો જૂની બી વિંગ તેમજ રેસિડેન્ટ ડોકટર્સ કવાટર્સ તેમજ નર્સિંગ સ્ટાફના બિ‌લ્ડિંગોને દૂર કરીને તે જ જગ્યાએ નવી સાત માળની બહુમાળી અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવશે.

પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના એડિશનલ સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલા કહે છે કે નગરી માટે સાત માળની અદ્યતન બહુમાળી હોસ્પિટલના નિર્માણ માટે રૂ.૪૧.૬ર કરોડનો અંદાજ તૈયાર કરાયો છે. આ નવી હોસ્પિટલમાં જ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડોકટર્સના કવાટર્સ બનશે. આ ઉપરાંત ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે વધુ સુવિધાઓ ઊભી કરાશે.

મ્યુનિ. હોસ્પિટલોનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આઇ. કે. પટેલ કહે છે કે નગરી હોસ્પિટલની હયાત બી વિંગને દૂર કરીને તે સ્થળે નવી સાત લાખની બહુમાળી બિલ્ડિંગ બંધાશે. જેના કારણે નગરી હોસ્પિટલના દર્દીઓની સારવાર યથાવત રહેશે. કેમ કે હોસ્પિટલની એ વિંગમાં ઓપીડી સારવાર તેમજ ઇન્ડોર પેશન્ટની સારવાર થાય છે. લગભગ બેથી અઢી વર્ષમાં નવું બિલ્ડિંગ તૈયાર થઇ જશે.

admin

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

9 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

9 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

9 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

10 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

10 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

10 hours ago