Categories: Dharm

OMG! દહેરાદૂનનું એવું મંદિર જ્યાં મૃત લોકો પણ જીવતા થઈ જાય છે, આ કોઈ ભ્રમ નથી

ભારત વિવિધ સાંસ્કૃતિક ઈતિહાસથી ભરપૂર છે. વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જ્યાં અનેક ચમત્કારો સર્જાય છે. ભારતના ઘણા મંદિરો પણ ચમત્કારિક ઈતિહાસ ધરાવે છે. આ બધા મંદિરોમાં થઈ રહેલા ચમત્કારો પાછળનું કારણ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.

આવા ચમત્કારિક મંદિરો સાથે લોકોની શ્રદ્ધા પણ જોડાયેલી હોય છે. આજે આપણે આવા જ એક મંદિરની વાત કરીશું, જ્યાં મૃત માણસો જીવતા થઈ જાય છે. આપણે ઘણીવાર જોયું છે કે, ઘણા માણસો મર્યા પછી અચાનક જીવતા થઈ જાય છે. જો કે આવી ઘટના આ મંદિરમાં અનેક વાર બની છે.

દહેરાદૂનથી 128 કિમી દૂર લાખામંડલ નામના સ્થાન પર એક શિવ મંદિર આવેલું છે, જે ચમત્કારોથી ભરપૂર છે. હિમાલયની ઘાટીઓમાં આવેલ આ શિવ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.

એવું કહેવાય છે કે આ મંદિરમાં કોઈ મૃત વ્યક્તિ પણ જીવીત થઈ જાય છે. આ મંદિરમાં બે દ્વારપાળ આવેલા છે, જેમની સામે મૃત વ્યક્તિને સૂવાડવામાં આવે છે. તેના પર પૂજારી પવિત્ર જળ છાંટે છે અને તે વ્યક્તિ થોડી વાર માટે જીવીત થાય છે અને ભગવાનનું નામ જપે છે ત્યારબાદ તેને ગંગાજળ પીવડાવવામાં આવે છે. ગંગાજળ પીધા બાદ તેની આત્મા ફરીથી શરીર છોડી દે છે.

આ મંદિરના ખોદાણ વખતે તેમાંથી કેટલીય સંખ્યામાં શિવલિંગ મળી આવ્યા છે. આ શિવલિંગની ખાસિયત એ છે કે તેના પર જળાભિષેક કરવાથી તેમાં જે તે વ્યક્તિનો ચહેરો પણ દેખાય છે.

આ મંદિર વિશે બીજી પણ એક માન્યતા છે કે આ શિવલિંગની સામે કરવામાં આવેલા દીવાની સામે શિવરાત્રિની રાત્રે સતત જોઈને જાપ કરવામાં આવે તો તેવા દંપતીને ચોક્કસથી પુત્રની પ્રાપ્તિ થાય છે.

Navin Sharma

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

8 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

8 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

9 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

9 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

9 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

9 hours ago