MWC 2016: 5G ટેક્નોલોજી સાથે પરત ફરી રહ્યો છે Nokia Mobile

નવી દિલ્હી: MWC 2016માં Nokia Mobile Phone ફોનવાળાઓ માટે એક મોટી જાહેરાત થઇ છે. નોકીયાના સીઇઓ રાજીવ સૂરીએ કહ્યું કે 5G ટેક્નોલોજીની સાથે કંપની ફરીથી નોકીયાના ફોન લોન્ચ કરશે. તેના માટે કંપનીએ મોટા રોકાણનું આયોજન કર્યું છે. કંપની ટૂંક સમયમાં 5G માટે એક રેડિયો પહોંચવાળી પ્રોડક્ટ લાવશે.

5G Technology લાવશે નોકીયા
નોકીયાના અધ્યક્ષ તથા સીઇઓ રાજીવ સૂરીએ કહ્યું કે 5G Technologyનું ચલણ આશા કરતાં વધુ ઝડપી થશે. કંપનીએ આ નવી ટેક્નોલોજીમાં મોટા રોકાણની યોજના બનાવી છે. સૂરીએ મીડિયા અને વિશ્લેષકોની સામે કહ્યું કે અમે આ વર્ષે 5Gમાં રોકાણ વધારીશું. આ ટેક્નોલોજીમાં સંશોધન પર ફોકસ કરીશું. આ ઉપરાંત મોબાઇલ ફોન્સ પર પણ ફોકસ કરવામાં આવશે.

5G માટે રેડિયો પ્રોડક્ટ
મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં સૂરીએ 5G Technology માટે તૈયાર એક રેડિયો પહોંચવાળી પ્રોડક્ટની પણ જાહેરાત કરી. આ પ્રોડક્ટ 2G, એલટીઇ અને 5G સહિત કોઇપણ ટેક્નોલોજી પર કામ કરશે. તેમાં ભવિષ્યોન્મુખી નવા બેસ સ્ટેશન પણ સામેલ થશે.

5G જીવન બચાવવામાં મદદગાર
સૂરીએ કહ્યું કે 5Gનું અમલીકરણ ઝડપથી થવું જોઇએ. કારણ કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સની એવી માંગ છે. જો આપણે જાણીએ છીએ કે 5G જીવન બચાવવામાં મદદગાર થઇ શકે છે, આપણા પર્યાવરણને સુધારી શકે છે, જીવન સારું બનાવી શકે છે, તો અમે તેને ઝડપથી લાગૂ કરીશું.

You might also like