30મું વર્ષ વટાવી ચૂકેલાઓ આ જાણી લે, નહિતર ઘડપણ આવશે વહેલું

જે પુરુષો અને મહિલાઓની ઉંમર 30 વર્ષથી વધુ થઈ ગઈ છે તેઓ માટે વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકોએ પોતાની એક શોધમાં જાણ્યું છે કે 30ની ઉંમરથી વધુ લોકો સામાન્યથી વધુ આરામ કરે છે અથવા તો આળસુ બની જાય છે તો તેઓને સમય કરતાં વહેલું ઘડપણ આવી જશે.

ખાસ કરીને જેઓ મહિલાઓ પોતાની લાઇફસ્ટાઇલનો ખ્યાલ નથી રાખતા તેઓની ઉંમર 8 વર્ષ ઓછી થઈ શકે છે. સંશોધન પ્રમાણે જે મહિલાઓ ઓછી શારિરિક મહેનત કરનારી હોય છે તેઓએ સાવધાન રહેવાની જરૂર છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સેન ડિયાગો સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જોયું છે કે એવી મહિલાઓ જેઓ દરરોજની 40 મિનિટ હલકાથી ભારે શારીરિક મહેનત કરે છે તેઓના શરીરમાં ટેલોમીરિજ નાના હોય છે. જણાવી દઈએ કે આ સંશોધન મહિલાઓ પર કેન્દ્રિત હતું, પરંતુ આ ઉંમરના પુરુષો પર પણ ઓછી મહેનત કરવાની અસરને કારણે એવું થાય છે. સંશોધન પ્રમાણે ટેલોમીરિજ ક્રોમોસોઝોમ્સને ડિસ્ટ્રોય થવાથી બચાવનારા ડીએનએ સ્ટ્રેન્ડ્રસના અંતિમ ભાગ પર નાના નાના કેપ હોય છે અને જેમ જેમ ઉંમર વધે છે એવી રીતે તેઓ ઝડપથી નાના થતાં જાય છે.

જણાવી દઈએ કે સંશોધનમાં આ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે એવી કેટલીક આદતો છે જે ટેલોમીરજને જલદી નાના થવાની ગતિને સામાન્ય કરતાં વધારી દે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ટેલોમીરજ નેચરલી નાના અને નાજુક થતા જાય છે પરંતુ મોટપા અને સ્મોકિંગથી આ પ્રક્રિયા ઘણી ઝડપી બનવા લાગે છે. રિપોર્ટ પ્રમાણે ટેલોમીરજના નાના થવાનો સંબંધ હૃદયરોગ અને બીજા અનેક પ્રકારના કેન્સર પણ હોઈ શકે છે.

You might also like