માર્ચ મહિના સુધી બનાવી લો આધારકાર્ડ, નહીં તો થઇ શકે છે મોટું નુકસાન

નવી દિલ્હી: જો તમે હજુ સુધી તમારું આધારકાર્ડ બનાવડાયું નથી તો મોડું કર્યા વગર એને જલ્દીથી બનાવડાવી દો. હકીકતમાં કેન્દ્ર સરકારે બાકી રહેલા 30 ટકા લોકોને માર્ચ સુધી આધારકાર્ડ બનાવડાવવાનું જરૂરી કરી દીધું છે. જો તમે માર્ચ 2017 સુધી આધારકાર્ડ ના બનાવડાયું તો તમને સરકારી સુવિધાઓનો લાભ ઉઠાવી શકશો નહીં. સરકારી યોજના પ્રમાણે જે લોકાના આધારકાર્ડ માર્ચ 2017 સુધી બનશે નહીં તેમને સબ્લિડીની સુવિધા આપવામાં આવશે નહીં.

એટલે કે માર્ચ સુધી તમારી પાસે આધાર કાર્ડ હશે નહીં તો તમે ફૂડ સબ્સિડીનો ફાયદો ઉઠાવી શકશો નહીં. સરકારે આગળના 3 મહિનામાં દરેક રાશનકાર્ડ ધારકોને આધારકાર્ડ સાથે જોડવાની તૈયારી કરી લીધી છે. એના માટે કેન્દ્ર તરફથી દરેક રાજ્ય સરકારને સૂચના આપી દેવામાં આવી છે. તેમને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ માર્ચ સુદીમાં બાકી બચેલા લોકોના આધારકાર્ડ બનાવી લે. હકીકતમાં સરકાર ફૂડ સબ્સિડીને આધારકાર્ડમાં જોડીને એમાં થઇ રહેલા ગોટાળાને રોકવા ઇચ્છે છે. સરકારનું માનવું છે કે આધારકાર્ડના ઉપયોગથી ગોટાળાથી બચી શકાય છે. સાથે સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા સરકારને મદદ મળશે.

તમને જણાવી દઇએ કે દેશમાં 70 ટકા લોકો પાસે પોતાનું આધારકાર્ડ છે. માનવામાં આવી રહ્યું છે કે માર્ચ 2017 સુધી દેશના દરેક નાગરિક ની પાસે પોતાનો યૂનિક નંબર હશે. આધાર નોંધણીને 100 કરોડ સુધીના ઐતિહાસિક આંકડા પર પહોંચાડ્યા બાદ યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ સીમા આપવામાં આવી છે. જો કે હજુ પણ 30 ટકા લોકા આધારકાર્ડથી દૂર છે. એવામાં સરકારની યોજના છે કે જલ્દીથી જલ્દી આ આંકડાને 128 કરોડ સુદી પહોંચાડવામાં આવે.

You might also like