Categories: India

મુસ્લિમ મહિલાઓ હવે પોતાનો અવાજ બુલંદ કરી રહી છે

જાણીતા શાયર અહેમદ ફૈજે વર્ષો પહેલાં મહિલા વિશે મહત્ત્વની વાત કરી હતી અને તેની મહિલાઓ પર ઘણી અસર પડી હતી. આમ તો મુસ્લિમ મહિલાઓ માટે તેમના સમુદાયમાં ખાસ પ્રકારની મર્યાદા હોય છે પણ હવે જમાનો બદલાતાં મુસ્લિમ મહિલાઓ પણ તેમનો અવાજ બુલંદ કરી રહી છે. દેશમાં જ નહિ પણ વિશ્વભરમાં મુસ્લિમ મહિલાઓ તેમની માનસિકતામાંથી બહાર આવવા પ્રયાસ કરી રહી છે, જેમાં ઈરાક સહિત અન્ય દેશની મુસ્લિમ મહિલાઓ હવે તેમનો અવાજ બુલંદ કરવા આગળ આ‍વી રહી છે.

ઈરાકના યઝદી સમુદાયની એક ૧૫ વર્ષની કિશોરી લામ્યા નવમા ધોરણમાં ભણે છે. લામ્યાને ૨૦૧૪માં આઈએસઅે બંધક બનાવી લીધી હતી. અને તેને પાંચ વખત વેચવામાં આવી હતી, જોકે આ દરમિયાન તે ગમે તેમ કરી આતંકીઓની ચુંગાલમાંથી છટકી ગઈ હતી અને આજે તે વિશ્વભરમાં ફરી તેની દાસ્તાન સંભળાવી રહી છે. અને તે આશા રાખી રહી છે કે તે અેક દિવસ ચોક્કસ આ બાબતમાં સફળ થશે, જ્યારે બીજી તરફ પાકિસ્તાનમાં પખ્તુન મહિલાઓ બળવા પર ઊતરી આવી છે અને વજિરિસ્તાનમાં તેમણે તેઓને સેક્સ સ્લેવ બનાવવાનો ઈનકાર કર્યો હતો. ફ્રાન્સનાં એક નેતા મેરીન લી પેનને લેબેનાેનની યાત્રા દરમિયાન તેમના માથા પર સ્કાર્ફ પહેરવા માટે ફરજ પડાઈ હતી, પરંતુ તેમણે આમ કરવાનો ઈનકાર કર્યો હતો, જ્યારે બીજી તરફ પોતાના અધિકાર માટે સાઉદી અરબની મહિલાઓ પણ હવે સંઘર્ષ માટે આગળ આવી રહી છે.

૨૦૧૪ની નગર પરિષદની ચૂંટણીમાં તેમને પહેલી વાર મતાધિકાર મળ્યો હતો અને તેમને ઉમેદવાર બનવાનો પણ અધિકાર મ‍ળ્યો હતો ત્યારે મતદાન કરનારી પહેલી મહિલા સલમા અલ રશદીએ જણાવ્યું હતું કે તેમને ઘણું સારું લાગી રહ્યું છે અને પરિવર્તન એક મોટો શબ્દ છે, પરંતુ ચૂંટણી જ એકમાત્ર ઉપાય છે, જેનાથી વાસ્તવમાં તેમને પ્રતિનિધિત્વ મળી શકશે. ૪૩ વર્ષમાં પહેલી વાર ૨૦ વર્ષીય શાયમા અબ્દુ રહેમાન મિસ ઈરાક તરીકે પસંદ થઈ હતી. આ આયોજનમાં પ્રવેશદ્વાર પર એકે-૪૭ની પહેરેદારી રાખવામાં આવી હતી. ભારતમાં પણ મુસ્લિમ મહિલાઓ જૂની પ્રથામાંથી બહાર આવવા વિવિધ પ્રકારના પ્રયાસ કરી રહી છે.

હાજી અલી દરગાહમાં અચાનક મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તેથી મહિલાઓએ અદાલતનો આશરો લઈ આખરે આ બાબતે ન્યાય મેળવ્યો હતો. આ રીતે ભારતમાં પણ હવે મુસ્લિમ મહિલાઓ તેમના અધિકાર માટે આગળ આવી રહી છે. શાહબાનોના મામલાથી લઈને સાયરાબાનોના મામલા સુધી આવતા સુધીમાં મુસ્લિમ મ‌િહલાઓ અનેક રીતે બદલાઈ રહી છે. આ મહિલાઓએ ત્રણ તલાકના મામલે અદાલતમાં અપીલ કરી છે અને હાલ સરકારે પણ આ બાબતે મુસ્લિમ મહિલાઓ તરફી વલણ અપનાવ્યું છે. આ બાબતે મુસ્લિમ મહિલાઓ આગળ આ‍વી રહી છે. હરિયાણામાં એક યુવતીએ તેના લગ્નનો ઈનકાર એટલા માટે કર્યો હતો કે તેની સાસરીમાં શૌચાલય ન હતું.
યુપીમાં હાલ નવી સરકાર રચાઈ છે ત્યારે સરકાર સમક્ષ દરરોજ મોટી સંખ્યામાં ત્રણ તલાકના મામલે મહિલાઓ મુખ્યપ્રધાનને રજૂઆત કરવા આગળ આ‍વી રહી છે. મહિલાઓ પ્રતિનિધિમંંડંળ બનાવી મહિલા કલ્યાણ પ્રધાન રીટા બહુગુણા જોશી પાસે રજૂઆત કરવા જાય છે અને તેમને પૂછે છે કે તમારી પાર્ટીએ ચૂંટણી વખતે ત્રણ તલાક મુદ્દે ખાતરી આપી હતી તો હવે તમારી પાર્ટી આ બાબતે શું કરવા માગે છે?

આમ, આ રીતે હવે મુસ્લિમ મહિલાઓ તેમના અધિકાર માટે આગળ આવી રહી છે. અત્યાર સુધી મુસ્લિમ મહિલાઓને તેમના સમાજ દ્વારા જ કરવામાં આવતા અન્યાયથી ભારે ત્રાસ સહન કરવો પડી રહ્યો હતો, તેમાંથી બહાર આવવા અનેક મુસ્લિમ મહિલાઓ આગળ આ‍વી રહી છે ત્યારે એક વાત તો ચોક્કસ છે કે દેશમાં અત્યાર સુધી મુસ્લિમ મહિલાઓ પર જે રીતે તેમના જ સમાજ દ્વારા ખાસ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા હતા તેમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહી છે. તે રીતે મુસ્લિમ મહિલાઓ તેમના અધિકાર માટે સરકાર સમક્ષ રજૂઆત કરવા બહાર આવી રહી છે તે આ સમાજમાં નવી પહેલ સમાન માની શકાય. મુસ્લિમ સમાજમાં ખાસ કરીને મહિલાઓ માટે જે પ્રતિબંધ રાખવામાં આવી રહ્યા છે તેના કારણે અનેક મહિલાઓ આગળ આવી શકી નથી પણ સમય બદલાતાં આવી મહિલાઓ તેમનો અવાજ બુલંદ કરી તેમના અધિકાર માટે આગળ આવી રહી છે તે એક નવા સુધારા સમાન ગણી શકાય.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

9 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

9 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

9 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

9 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

9 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

9 hours ago