Shocking: લંડનમાં બુરખાના લીધે બબાલ, વાયરલ થયો Video

લંડન: લંડનમાં એક બ્રિટિશ મુસ્લિમ મહિલાને બુરખો પહેરવાના લીધે વંશીય હુમલાનો સામનો કરવો પડ્યો. શહેરના એક જનરલ સ્ટોરમાં તેને ‘બેટમેન’ કહીને મજાક ઉડાવવામાં આવી. થોડીવારમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો વિશે પીડિયા અહલમ સઇદે જણાવ્યું કે તે લંડનના ઇલિંગ કોમન વિસ્તારના એક જનરલ સ્ટોરમાંથી મિઠાઇ ખરીદવા ગઇ હતી. બુરખો પહેરેલો હોવાના લીધે ત્યાં એક વ્યક્તિ સાથે તેની બોલાચાલી થઇ ગઇ. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે આરોપી સ્થાનિક વ્યક્તિ પોતાના બાળકો સામે મુસ્લિમ મહિલા દ્વારા બુરખો પહેરવાને લઇને કેટલી હદે નારાજ થઇ ગયો.

અહલમ સઇદે જણાવ્યું હતું કે તે વ્યક્તિને હું નજરઅંદાજ કરી ન શકી. એટલા માટે મેં મારા ફોન દ્વારા સમગ્ર ઘટનાની ક્લિપ બનાવી લીધી. તે સતત મારા બુરખાને પહેરીને ચર્ચા કરી રહી હતી. વિડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે આરોપી વ્યક્તિ મહિલાના બુરખા તરફ ઇશારો કરીને સતત કહી રહ્યો હતો કે તે આ કેમ પહેર્યો છે? તે વ્યક્તિએ પૂછ્યું કે મારા બાળકો તમારો ચહેરો જોઇ શકતા નથી. તુ પુરૂષ છે કે સ્ત્રી? કોણ છે તું?


અહલમે જણાવ્યું કે તેના માતા-પિતા ઇચ્છતા નથી કે તે બુરખો પહેરે. તે લોકોને તેના લીધે તેમની સુરક્ષાનો ડર સતાવે છે. અહલમે કહ્યું કે મારું માનવું છે કે હું આ વિચારધારા ધરાવતા લોકોના લીધે બુરખો પહેરવાનું કેમ છોડી દઉ. બુરખો પહેરવું મને ગમે છે. તેણે કહ્યું કે પહેલાં ક્યારેય આવું થયું ન હતું, પરંતુ ગત કેટલાક મહિનાઓમાં બુરખાના લીધે તેને ખૂબ અપમાન સહન કરવું પડ્યું છે. તેના અનુસાર પેરિસ અને બ્રસેલ્સ હુમલા બાદ હાલાત વધુ ખરાબ થયા છે.

You might also like