RSSની ઇફ્તાર પર રાજકારણ, ઉઠાવ્યો યૂનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો

નવી દિલ્હી: આરએસએસ સમર્થિત મુસ્લિમ રાષ્ટ્રીય મંચે ઇફ્તાર પાર્ટીનું આયોજન પાર્લામેન્ટ એનેક્સીમાં કર્યું જેમાં કેન્દ્રીય મંત્રી મુખ્યાર અબ્બાસ નકવી, ભાજપ સાંસદ એમ.જે.અકબર અને ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈન પહોંચ્યા. તેમના ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના ઘણા મુસ્લિમ મંત્રીઓ સહિત ઘણા મુસ્લિમ દેશોના રાજદૂતોએ પણ ઇફ્તાર દાવતમાં ભાગ લીધો.

ઉઠાવ્યો સમાન નાગરિક સંહિતાનો મુદ્દો
ઇફ્તાર પાર્ટીના અવસર પર મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક અને આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇંદ્રેશ કુમારે સમાન નાગરિક સંગિતાને છેડતાં મુસ્લિમ સમાજના ટ્રિપલ તલાકનો મામલો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે હજુ સુધી જેટલા પણ મુસ્લિમ ધર્મગુરૂઓની સામે ટ્રિપલ તલાકની વાત કરી છે, તેમણે એમ જ કહ્યું છે કે ખુદાને તલાક નાપસંદ હતા. તેમણે મુસ્લિમ સમાજના લોકોને કહ્યું કે તેના પર એક સ્વસ્થ ચર્ચા થવી જોઇએ. મોટાભાગના ધર્મગુરૂઓએ તેમના સૂચનની પ્રશંસા કરી.

એક સમાન કાયદાથી બધાનો થશે વિકાસ
ઇંદ્રેશ કુમાર અહીં જ અટકાવ્યા નહી. તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજે એ નક્કી કરવું પડશે કે તેમના માટે અલગ કાયદો ઇચ્છે છે. બધા માટે એક સમાન કાયદા હેઠળ તેમનો વિકાસ વધુ થશે. જો કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માધ્યમથી મુસ્લિમોમાં એક નવી ચર્ચા શરૂ કરતાં ઇંદ્રેશ કુમાર સંઘના એજન્ડાને આગળ વધારીને સમાન નાગરિક સંહિતા કાનૂનને લાગૂ કરવામાં સરકારનો માર્ગ સરળ કરી રહ્યાં છે.

ભારતને લઇને પાકિસ્તાનમાં નથી સારો માહોલ
ઇંદ્રેશ કુમારે સ્પષ્ટ કરી દિધું કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચે આ ઇફ્તાર પાર્ટીમાં પાકિસ્તાનને મોકલવામાં આવેલા નિમંત્રણને એટલા માટે રદ કરવામાં આવ્યું કારણ કે ત્યાં ભારત વિરૂદ્ધ માહોલ રહેતો હતો. તેમણે એ પણ કહ્યું કે 1947માં વિભાજન પહેલાં એક મુસ્લિમ મહિલાની સાક્ષી માનવમાં આવતી હતી પરંતુ આજે પાકિસ્તાનને એ ભૂલવું ન જોઇએ કે 7 અલગ અલગ સંગઠન પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરે છે.

મુસ્લિમ રાષ્ટ્રીય મંચથી સંઘે કર્યું પોતાને અલગ
આમ તો આરએસએસે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ પરથી એમ કહીને સાઇડલાઇન કરી લીધા છે આ એક સ્વાયત્ત સંસ્થા છે પરંતુ સમય સમય પર જો સંસ્થાને જરૂરિયાત પડે છે તો સંઘ પોતાની સલાહ આપે છે અને સંઘે તેના સમંવયની જવાબદારી ઇંદ્રેશ કુમારે આપી છે. કેટલાક આ પ્રકારના તર્ક સંઘ ભાજપ અને વીએચપી માટે પણ આપતું રહ્યું છે, પરંતુ સંઘનું ભાજપ અને વીએચપી સાથે શું સંબંધસ છે, આ વાત કોઇના છુપી નથી. દરેકજણ આ વાતથી વાકેફ છે કે ભાજપ અને વીએચપી કયા પ્રકારે ફક્ત અને ફક્ત સંઘના એજન્ડાને આગળ વધારવા માટે કામ કરે છે. લાગે છે કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ પરથી કદાચ સંઘ એટલા માટે અંતર જળવાઇ રહ્યું છે કારણ કે મુસ્લિમ શબ્દ આરએસએસની વિચારધારા સાથે મેળ થતો નથી.

You might also like