Categories: India

મુસ્લિમો વિફરશે તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશેઃ મુફતી અબ્દુર્રરઝાક

ભોપાલ: મધ્યપ્રદેશમાં તાજેતરમાં થયેલી કોમી હિંસાને લઇને જમિયત ઉલેમાના ઉપાધ્યક્ષ મુફતી અબ્દુર્રરઝાકે એક ભડકાઉ નિવેદન કર્યું છે. રાજ્યમાં પ્રવર્તતી તંગદિલી વચ્ચે મુફતી અબ્દુર્રરઝાકે મુસ્લિમોને જણાવ્યું છે કે જો તમારા ઘરે કોઇ આવે તો તેને મારી નાખો. તેણે જણાવ્યું હતું કે હું અગાઉ પણ મુસલમાનોને કહી ચૂકયો છું અને ફરી એક વાર કહું છું કે જો કોઇ વ્યકિત તેમનાં ઘરની તરફ આંખ પણ ઉઠાવે, ચોરી કરે, આતંકવાદી આવે તો તેને એટલો મારો કે તે મરી જાય.
મુફતી અબ્દુર્રરઝાકે વધુમાં જણાવ્યું હતું કે જે દિવસે મુસ્લિમો વિફરશે તે દિવસે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતું કે અમે તમને બોલાવીને બધું સમજાવી દીધું છે. હવે આ જ વાત મુસ્લિમોને કહીશું. આમ પણ હું વૃદ્ધ છું. મને મરવાની કોઇ ચિંતા નથી.

મુસ્લિમોને ઉશ્કેરતાં તેેણે જણાવ્યું હતું કે તમારી જાન માલની ચિંતા ન કરો. મરી જાવ અથવા મારી નાખો, પરંતુ કોઇ તમને નુકસાન ન પહોંચાડી જવું જોઇએ. તેણે એમ પણ જણાવ્યું હતું કે મુસ્લિમો કોઇની બહેન દીકરી પર ખરાબ નજર ન રાખે, કોઇના ઘરે ન જાય અને કોઇના અત્યાચારો સહન ન કરે.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

7 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

7 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

7 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

8 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

8 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

8 hours ago