Categories: Gujarat

દર મહિને સવા લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તારું મર્ડર થશે

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં જોબ પ્લેસમેન્ટના સોફ્ટવેર અને હાર્ડવેરનું વેચાણ કરનાર વેપારીને ત્રણ યુવકોએ ચપ્પુ બતાવીને મારી નાખવાની ધમકી આપીને દર મહિને સવા લાખ રૂપિયાની ઉધરાણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવાનોએ ચપ્પાની અણીએ વેપારી પાસેથી સોનાની ચેઇન તેમજ દસ હજાર રૂપિયા પડાવી લીધા હતા.

મણૂનગર રેલવે ક્રોસિંગ પાસે આવલે મારુતિ કોમ્પ્લેક્સમાં ઇન્ફોમેટિક પ્રા.લી. નામની કંપની ધરાવતા જિજ્ઞેશભાઇ રાઠોડ (ઉ.વ 36, રહે સાંઇ પ્લાઝા એપાર્ટમેન્ટ, દક્ષિણી સોસાયટી, મણિનગર)ને ચપ્પુ બતાવીને દર મહિને સવા લાખ રૂપિયાની ઉઘરાણી કરનાર ત્રણ વ્યકિત વિરુદ્ધમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

તારીખ 4 માર્ચના રોજ સાંજના પોણા આઠ વાગ્યાની આસપાસ જિજ્ઞેશભાઇની ઓફિસ પર સંજય રબારી ( રહે ભાઇપુરા ખોખરા), ઉલિયો ઉર્ફે પિન્ટુ પરમાર (રહે ઘોડાસર) અને ભાવેશ મારવાડી નામના યુવકો આવ્યા હતા. ત્રણેય યુવકોએ જિજ્ઞેશભાઇને ચપ્પુ બતાવીને લાફો માર્યો હતો અને દર મહિને સવા લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તને મારી નાખીશું તેવી ધમકી આપીને સોનાની ચેઇન તેમજ દસ હજાર રૂપિયા પડાવી લીધા હતા.

બીજા રૂપિયા નહીં મળતાં ત્રણેય યુવકો તારીખ 6 માર્ચના રોજ જિજ્ઞેશભાઇના ઘરે આવ્યા હતા. યુવકોને રૂપિયા નહીં મળતાં તેમને જિજ્ઞેશભાઇને તેમનાં માતા પિતા તેમજ પત્ની સામે મારઝૂડ કરી હતી અને ચપ્પુ બતાવીને કહ્યું હતું કે દર મહિને રૂપિયા આપી દેજે નહીં તો તારું મર્ડર થઇ જશે. જિજ્ઞેશભાઇએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય યુવક વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. પોલીસે અરજી પર તપાસ કરતાં સંજય, ઉલિયો અને ભાવેશ વિરુદ્ધમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

2 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

2 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

2 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

2 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

2 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

2 hours ago