Categories: Gujarat

દાણીલીમડા: દારૂની કોથળી નાખવા બાબતે બોલાચાલીમાં યુવકની હત્યા

અમદાવાદ: શહેરના દાણીલીમડા ગામમાં ગત મોડી રાત્રે દારૂની કોથળી નાખવા બાબતે થયેલી બોલાચાલી અને મારામારીમાં એક યુવકનું મોત નીપજ્યું છે. દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપડ કરી છે, જ્યારે બે આરોપી ફરાર છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાણીલીમડા ગામમાં આવેલી મહેશપાર્ક સોસાયટીમાં હીરેન બાબુલાલ ચૌહાણ (ઉં.વ. ૨૩) રહેતો હતો. હીરેન પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. ગઇ કાલે હીરેન તેના ઘરે હતો. દરમિયાનમાં તેમની જ સોસાયટીમાં બે ઘર આગળ રહેતા કમલેશ અમૃતભાઇ લેઉવા (ઉં.વ. ૪૩) સાથે દારૂની કોથળી નાખવા બાબતે મોડી રાત્રે ૧૧ વાગ્યે બોલાચાલી થઇ હતી. ઝઘડો ઉગ્ર બનતાં સોસાયટીના રહીશો અને પડોશમાં જ રહેતા કમલેશના ભાણિયા જિમી અને પ્રશાંત પણ દોડી આવ્યા હતા.

ઉગ્ર બોલાચાલી બાદ કમલેશ, જિમી તથા પ્રશાંતે હીરેનને ઢોરમાર માર્યો હતો અને હીરેનને કમલેશે છરીના ઘા મારી દીધા હતા. ઇજાગ્રસ્ત હીરેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હીરેનનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

બીજી તરફ દાણીલીમડા પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આરોપી કમલેશની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેયની વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી જિમી અને પ્રશાંતને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

15 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

15 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

15 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

15 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

16 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

16 hours ago