કેરળનું મુન્નાર! જે છે “Best Destination for Romance”

0 4

કેરળઃ જો આપણે જોવા જઇએ તો સમગ્ર કેરળ એ એક‘દેવભૂમિ’જ કહેવાય છે, પણ ઇડ્ડુકી જિલ્લાનું હિલ સ્ટેશન મુન્નાર તો ‘દેવના શિર પરનો મુગટ’છે એમ પણ કહી શકાય એટલી તે મનોરમ્ય જગ્યા છે.‘મુન્નાર’એ એક તમિલ અને મલયાલમ ભાષાનાં બે શબ્દ ‘મુન’ અને ‘આરુ’પરથી ઊતરી આવેલ છે.

જેનો અનુક્રમે અર્થ થાય છે ‘ત્રણ’અને ‘નદી’. આ સ્થળ ત્રણ નદીનાં સંગમ પર આવેલ હોવાથી તેને મુન્નાર કહેવાય છે. ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય અને મનોરમ્ય વાતાવરણ હોવા છતાં ૧૯૯૦ સુધી આ સ્થળ સુષુપ્ત અવસ્થામાં હતું.

જો કે રાજ્ય સરકારે કેરળને ‘ગોડ્સ ઑન કન્ટ્ર્રી’તરીકે પ્રસિદ્ધિ અપાવી અને પર્યટન માટેની અનેક સુવિધાઓ વિકસાવી છે. ભારતનાં બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે કેરળમાં આવેલ મુન્નાર.

એટલું જ નહીં, હવે તો ‘લોનલી પ્લાનેટ મેગેઝિન ઈન્ડિયા’નાં ટ્રાવેલ એવૉર્ડ્સ 2017માં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર રોમાન્સ કેટેગરીમાં વિનર તરીકે મુન્નારનું નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

કેરળ ભારતનાં ટ્રાવેલર્સમાં સૌથી પ્રસિદ્ધ ડેસ્ટિનેશન તરીકે ઓળખાય છે. મુન્નારને તેના ઠંડા વાતાવરણ તેમજ હરિયાળા પર્વતો, ચાના બગીચા અને ઝરણાઓને લીધે આ એવોર્ડ મળ્યો છે.

આ સિવાય હોટેલ્સ તેમજ ઘણાં બધાં રિસોર્ટ્સ પણ બન્યા છે. મુન્નારને હનિમૂન ડેસ્ટિનેશન માટે કેરળમાં સૌથી બેસ્ટ પિકનીક સ્થળ માનવામાં આવે છે.

loading...

Leave A Reply

Your email address will not be published.