Film Review: ‘મુન્ના માઈકલ’

ઇરોજ ઇન્ટરનેશનલ-નેક્સ્ટ જેન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી નિર્માતા વી. કી. રાજાણીની ફિલ્મ ‘મુન્ના માઈકલ’ના ડિરેક્ટર શબ્બીર ખાન છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ, નવાઝુદ્દીન સિદ્દિકી, નિધિ અગ્રવાલ જેવા કલાકારો છે. નિર્દેશક શબ્બીર ખાન અને ટાઈગર શ્રોફની અા ત્રીજી ફિલ્મ છે. ટાઈગર શ્રોફની પહેલી ફિલ્મ ‘હીરોપંતી’ ૨૦૧૪માં શબ્બીરે બનાવી હતી. ત્યારબાદ ૨૦૧૬માં અાવેલી ‘બાગી’ પણ તેમણે બનાવી. હવે અા બંનેની જોડી ‘મુન્ના માઈકલ’ ફિલ્મ લઈને અાવી છે. અભિનેત્રી ‌િનધિ અગ્રવાલની અા પહેલી ફિલ્મ છે. બેંગલુરુની રહેવાસી નિધિ મોડલ અને ડાન્સર છે.

ફિલ્મ ‘મુન્ના માઈકલ’ની કહાણી ઝૂંપડીમાં રહેતા એક નવયુવક મુન્નાની અાસપાસ ફરે છે. તે િવશ્વપ્રસિદ્ધ ડાન્સર માઈકલ જેક્સનનો બહુ મોટો પ્રશંસક છે. માઈકલ (રોનિત રોય) ફિલ્મી દુનિયામાં સફળ ડાન્સર બનવા ઇચ્છે છે, પરંતુ તેને સફળતા મળતી નથી. માઈકલને કચરામાંથી એક નાનકડું બાળક મળે છે, તેને તે પોતાના બાળકની જેમ ઉછેરે છે અને તેનું નામ મુન્ના રાખે છે. માઈકલ ખુદ સારો ડાન્સર બની ન શક્યો, પરંતુ તે ઇચ્છે છે કે મુન્ના મોટો થઈને ડાન્સર બને અને ડાન્સની દુનિયામાં પોતાનું નામ રોશન કરે.

અા માટે તે મુન્નાને બાળપણથી જ ડાન્સ શીખવવાનું શરૂ કરી દે છે. મુન્ના પણ તેના બતાવેલા રસ્તા પર ચાલીને માઈકલ જેક્સનની જેમ ડાન્સ કરે છે. મોટો થતાં મુન્ના (ટાઈગર શ્રોફ) ગલીઅોમાં ડાન્સ કરીને પૈસા કમાય છે, પરંતુ તેની ઇચ્છા છે કે તે ડાન્સની દુનિયામાં નામ અને દામ કમાય. ડોલી (‌નિધિ અગ્રવાલ) પણ ડાન્સ વર્લ્ડ નામની કોમ્પિટિશનમાં ભાગ લે છે. તે ઇચ્છે છે કે તે અા કોમ્પિટિશન જીતે. મહેન્દ્ર ફોજી (નવાઝુદ્દીન સિદ્દિકી) એક ગેંગસ્ટર છે. તેની ઇચ્છા છે કે તે પણ ડાન્સ શીખે. અા માટે તે મુન્નાને પોતાનો ડાન્સ ટીચર બનાવે છે.

બીજી તરફ મુન્નાના ડાન્સને જોઈ દેવ નામની એક વ્યક્તિ મુન્નાને ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવડાવે છે. મુન્ના પણ દેવની વાત માની લે છે અને હરીફાઈમાં ભાગ લે છે. અા રીતે તે અાગળ વધે છે, પરંતુ બાદમાં કોઈ દુર્ઘટનાના કારણે હરીફાઈમાંથી બહાર નીકળી જાય છે. શું મુન્ના બાળપણથી જે ડાન્સની દુનિયામાં પોતાનું નામ રોશન કરવા ઇચ્છે છે તેમાં તે ભાગ નહીં લઈ શકે. અાની પાછળનું કારણ શું છે તેની સાથે શું દુર્ઘટના થાય છે તે જાણવા ફિલ્મ જોવી રહી. •

You might also like