UPની બાગપત જેલમાં માફિયા ડોન મુન્ના બજરંગીની 10 ગોળી મારીને હત્યા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મોસ્ટ વોન્ટેડ માફિયા ડોન અને ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય હત્યાકાંડના આરોપી પ્રેમપ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની આજે વહેલી સવારે યુપીની બાગપત જેલમાં ૧૦ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મુન્ના બજરંગીની હત્યા કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરીને એડીજીએ બાગપતના જેલર, ડેેપ્યુટી જેલર, જેલ વોર્ડન અને બે સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લઇને તપાસના આદેશ જારી કર્યા છે. મુન્ના બજરંગીના સાળા વિકાસ શ્રીવાસ્તવે એમ જણાવ્યું હતું કે તેને ૧૦ ગોળી મારવામાં આવી હતી. તેમણે મુન્ના બજરંગીની હત્યા માટે ગેંગસ્ટર સુનીલ રાઠી પર આરોપ મૂકયો હતો.

અહેવાલો અનુસાર જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર સુનીલ રાઠીના શૂટરોએ મુન્ના બજરંગીને ૧૦ ગોળી મારીને ઠાર કર્યો હતો. મુખ્ય સચિવ (ગૃહ)એ આ હત્યાકાંડમાં મેજિસ્ટ્રેટ તપાસ આદેશ જારી કર્યા છે.

બસપાના પૂર્વ વિધાયક લોકેશ દી‌ક્ષિત પાસેથી ખંડણી માગવાના આરોપસર બાગપતની કોર્ટમાં આજે મુન્ના બજરંગીને રજૂ કરવાનો હતો, તેથી રવિવારે ઝાંસીથી તેને બાગપત લાવવામાં આવ્યો હતો, પરંતુ આજે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવે તે પહેલાં જ જેલમાં જ કોઇએ તેને ગોળી મારીને ઠાર માર્યો હતો, જેના પર સાત લાખનું ઇનામ હતું એવા આ સોપારી ‌િકલર મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા થતાં હડકંપ મચી ગયો છે.

મુન્ના બજરંગીની હત્યા અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મુન્ના બજરંગીનું અસલી નામ પ્રેમપ્રકાશ સિંહ હતું. મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહે દસ દિવસ પહેલાં જ લખનૌ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પતિની હત્યા થશે એવી શંકા વ્યક્ત કરી હતી.

સીમાએ જણાવ્યુું હતું કે ઝાંસી જેલમાં બંધ મુન્ના બજરંગીનું એન્કાઉન્ટર કરવાની સાજિશ રચવામાં આવી રહી છે. સીમાએ એવો આક્ષેપ કર્યો હતો કે એસટીએફમાં તહેનાત એક અધિકારીના ઇશારે આવું કરવામાં આવી રહ્યું છે. આ અધિકારીના કહેવા પર જેલમાં જ બજરંગીને ભોજનમાં ઝેર આપવાની પણ કોશિશ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સીમા સિંહે અઢી વર્ષ પહેલાં વિકાસનગરમાં પુુષ્પ‌‌િજતસિંહ અને ગોમતીનગરમાં થયેલ તારીક હત્યાકાંડમાં સામેલ શૂટરોને સત્તાવાળાઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા રક્ષણ આપવાનો આરોપ પણ મૂકયો હતો. સીમા સિંહે પોતાના પતિ મુન્ના બજરંગીને ઝાંસી જેલમાંથી અન્યત્ર ખસેડવા અપીલ કરી હતી.

divyesh

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

43 mins ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

2 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

3 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

3 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

5 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

6 hours ago