મ્યુનિ. તંત્રની બલિહારીઃ ટુ-વ્હીલર માટે ‘ફ્રી પાર્કિંગ’ની જાહેરાત ફક્ત કાગળ પર રહી

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા નાગરિકોને આકર્ષવા એક અથવા બીજા પ્રકારની જાહેરાત કરાય છે. જે પૈકી કેટલીક જાહેરાત તો સાવ બોદી એટલે કે માત્ર ‘કાગળ’ પર જ રહે છે.

આમાં અમુક મામલે તો સત્તાધીશોની બલિહારીથી સંબંધિત તંત્ર કે વિભાગ સુધી જાહેરાત પહોંચતી જ નથી. પરિણામે તા.૧૩ ઓગસ્ટથી તા.૧૩ સપ્ટેમ્બર સુધી નવા પે એન્ડ પાર્કમાં ‘ફ્રી પાર્કિંગ’ અમુક પે એન્ડ પાર્કમાં ખરા અર્થમાં અમલમાં મુકાતું નથી.

તંત્ર દ્વારા નાગરિકોને વધુને વધુ વાહનોનાં પાર્કિંગની વ્યવસ્થા માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ ઉપરાંત નવા પે એન્ડ પાર્ક ઊભા કરાઇ રહ્યા છે.

આ નવા પે એન્ડ પાર્કમાં ગત તા.૧૬ ઓગસ્ટથી તા.૧૩ સપ્ટેમ્બર સુધી એટલે કે ફ્રી પાર્કિંગની જાહેરાત કરાઇ હતી કે નવા પે એન્ડ પાર્કમાં સમાન દરથી પાર્કિંગના ચાર્જ વસૂલવા માટે વિધિવત્ ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટર નિમવાની પ્રક્રિયા આરંભવાની થતી હતી.

જોકે પ્રહ્લાદનગર ગાર્ડન પાસેના પે એન્ડ પાર્કનાં હાલનાં સંચાલન પાસે અગમ્ય કારણસર તંત્રની એક મહિના સુધી ફ્રી પાર્કિંગની જાહેરાત પહોંચી ન હોઇ ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના જૂના ઠરાવ મુજબ પાર્કિંગ ફી વસૂલાતી હોવાનો વિવાદ ઊઠ્યો છે.

આ અંગે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર પરેશ પટેલને પૂછતાં તેઓ કહે છે, પ્રહ્લાદનગર ગાર્ડન પાસેના પે એન્ડ પાર્કમાં વસૂલાતો પાર્કિંગ ચાર્જનો મામલો મારા ધ્યાનમાં આવ્યો નથી. એટલે હું તત્કાળ આની તપાસ કરાવીશ.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

2 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

2 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

4 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

4 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

4 hours ago