મ્યુનિ. કોર્પો.ના ઢોરવાડાનાં ઢોરને રૂ. 90 લાખનું ઘાસ ખવડાવાશે

અમદાવાદ: છેલ્લા એક વર્ષથી હાઈકોર્ટ દ્વારા શહેરના બિસમાર રસ્તા અને રખડતાં ંઢોરના મામલે સત્તાવાળાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવે છે. તાજેતરમાં પણ હાઈકોર્ટે રસ્તા પર ઢોરને ઘાસચારો ખવડાવવાની પ્રવૃત્તિમાં હાઈકોર્ટના આદેશ બાદ પણ લેશમાત્ર ઘટાડો થયો ન હોઈ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડાનાં ઢોર માટે ચાલુ વર્ષે ૨૦૧૮-૧૯માં રૂ. ૯૦ લાખની મર્યાદામાં ઘાસ ખવડાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

તંત્ર દ્વારા ગત ઓગસ્ટ ૨૦૧૭થી હાઈકોર્ટના આદેશના પગલે રસ્તા પરના લોકોને કનડતા અને અનેકવાર જીવલેણ અકસ્માત સર્જીને છેક મોતનાં મોંમાં ધકેલનારા રખડતાં ઢોરને ઝબ્બે કરીને ઢોરવાડામાં પૂરવાનું ખાસ અભિયાન હાથ ધરાયું છે. આમ તો મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા વર્ષોથી રખડતાં ઢોરને પકડીને ઢોરવાડાના હવાલે કરવા ખાસ ઢોર ત્રાસ અંકુશ વિભાગ ચલાવાય છે.

આ વિભાગના કર્મચારીઓને ઢોર પકડવાની કામગીરી દરમિયાન ખાસ પોલીસ બંદોબસ્ત ફાળવાય છે. તેમ છતાં ઢોર ત્રાસ અંકુશ વિભાગને ઢોર પકડવાની કામગીરીમાં વિશેષ સફળતા મળી ન હોઈ તેનું ખાનગીકરણ કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનો એકમાત્ર ઢોરવાડો દાણીલીમડામાં છે. જ્યાં ઢોર ત્રાસ અંકુશ વિભાગના ‘રાઉન્ડ ધી ક્લોક’ ઢોર પકડવાના અભિયાન બાદ પણ ૬૦૦૦થી ૬૫૦૦ ઢોરથી વધુ ઢોર ક્યારેય હોતાં નથી. આવા સંજોગોમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના સાડા ત્રણ મહિના વિત્યા બાદ ઢોર ત્રાસ અંકુશ વિભાગે રૂ. ૯૦ લાખની મર્યાદામાં ઢોરવાડાનાં ઢોરને ઘાસચારો ખવડાવવાની દરખાસ્ત મૂકતાં ચર્ચા ઊઠી છે.

આ દરખાસ્ત મુજબ લીલી બાજરી, લીલી જુવાર, મકાઈના પૂળા જેવાં લીલા ઘાસ માટે રૂ. ૫૦ લાખની મર્યાદામાં રાજ રાજેશ્વરી ઘાસ સેન્ટર અને સૂકી જુવારના પૂળા, સૂકી ડાંગરના પૂળા, જેવાં સૂકા ઘાસ માટે રૂ. ૪૦ લાખની મર્યાદામાં સીતારામ ઘાસ સેન્ટર પાસેથી ઘાસ ખરીદાશે. આવતી કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ તંત્રની આ દરખાસ્તને મંજૂરી માટે મુકાઈ છે.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

17 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

17 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

18 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

19 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

19 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

20 hours ago