Categories: Gujarat

મુંબઈ રહેતી પત્નીઅે ફોન કરીને કહ્યું કે પુત્ર રેલવે સ્ટેશન બેઠો છે

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી પટેલ સોસાયટીના એક મકાનમાંથી ગુમ થયેલો ૫ વર્ષનું બાળક ૧ર કલાક બાદ રેલવે સ્ટેશન પરથી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ ચકચારી કિસ્સામાં બાળકના ગુમ થવા પાછળ તેની માતાનો હાથ હોય તેવી શંકા પોલીસે વ્યક્ત કરી છે.

શાહીબાગ વિસ્તારમાં આવેલ પટેલ સોસાયટીમાં રહેતા ૩ર વર્ષીય વિશાલ શિવાજી રાણાનાં ૧૧ વર્ષ પહેલાં મુંબઇમાં હેતી મુસ્લિમ યુવતી પરવીન સાથે પ્રેમલગ્ન થયાં હતાં. પાંચ વર્ષ પહેલાં પરવીને પુત્ર હર્ષને જન્મ આપ્યો હતો. બન્ને વચ્ચે અણબનાવ હોવાથી છ મહિના પહેલાં પરવીન પુત્ર હર્ષને વિશાલ પાસે મૂકીને મુંબઇ એકલી જતી રહી હતી. સોમવારના દિવસે સવારે દસ વાગ્યાની આસપાસ વિશાલ અને તેનો ભાઇ ઘરે સૂતા હતા ત્યારે હર્ષ ગુમ થયો હતો. હર્ષ ગુમ થતાં વિશાલે અડોશપડોશમાં તેની શોધખોળ કરી હતી, જોકે તે નહીં મળતાં અંતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી હતી.

શાહીબાગ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ હર્ષને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં ત્યારે વિશાલ અને તેના પરિવારે પણ હર્ષની શોધખોળ કરી હતી. દરમિયાનમાં તે જ દિવસે મોડી રાતે દસ વાગ્યાની આસપાસ વિશાલના મોબાઇલ પર મુંબઇથી પરવીનનો ફોન આવ્યો હતો. પરવીને વિશાલને જણાવ્યું હતું કે તેને સેટેલાઇટ ફોનથી ખબર પડી છે કે હર્ષ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-૧ પર બેઠો છે. પરવીનની વાત પર શંકા જતાં વિશાલ અને તેનો ભાઇ રેલવે સ્ટેશન પર જોવા માટે ગયા હતા ત્યારે હર્ષ એક મહિલા કોન્સ્ટેબલ સાથે બેઠો હતો. હર્ષ મળી આવતાં વિશાલ તેમજ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષનું અપહરણ કરવા પાછળ તેની માતા પરવીનનો હાથ લાગી રહ્યો છે.

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

5 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

6 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

7 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

8 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

9 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

10 hours ago