USમાં મહિલાએ આપઘાત કર્યા બાદ મુંબઇના કોલસેન્ટર રેકેટનો પર્દાફાશ

મુંબઇ : મુંબઇમાં મીરા રોડ પર ચાલતા બિનકાયદેસર કોલ સેન્ટર દ્વારા અમેરિકનોને અહી બેઠા બેઠા ધમકી આપવાનો પર્દાફાશ થયા બાદ આ કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. કોલસેન્ટર દ્વારા આપવામાં આવેલી ધમકીનાં પગલે એક વૃદ્ધ અમેરિકન મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

કોલ સેન્ટરનાં એક કર્મચારીએ તેને ધમકી આપી હતી જેનાં કારણે તેને ઉંડો આઘાત લાગ્યો હતો. ઠાણે પોલીસ કમિશનર પરમબીર સિંહે જણઆવ્યું કે, જપ્ત કોલ રેકોર્ડની હાર્ડ ડિસ્કનાં સ્કેનિંગથી તપાસ સમિતીને આ જાણકારી મળી છે. ન્યુઝ એજન્સી અનુસાર અમેરિકન મહિલાએ કોલ સેન્ટરનાં કર્મચારીની માંગ પુરી કરવાની ના પાડી દીધી હતી.

કોલ રેકોર્ડની તપાસમાં સામે આવ્યું કે અમેરિકન મહિલાનાં મોત બાદ તેનાં દીકરાએ કોલરને ગાળો આપી હતી. કોલ ક્યાંથી કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. જે બાદ કોલ સેન્ટરમાંથી કોલ કરનાર કર્મચારીની પુછપરછ કરવામાં આવશે. કર્મચારી પર આઇપીસી કલમ 304 મુજબ એડિશનલ ચાર્જીસ લગાવવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઠાણેના મીરા રોડ વિસ્તારમાં 9 કોલ સેન્ટર્સ પર મંગળવારે રાત્રે પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ દરોડા પાડીને અમેરિકોને ઠગતા રેકોટનો ઠગતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. કોલ સેન્ટર્સના કર્મચારીઓ તેમને અમેરિકન રેવન્યું ઓફિશિયલ્સ ગણાવ્યા હતા.

You might also like