USનાં એક બારમાં ગોળીબારી થતાં 13નાં મોત, અનેક ઘાયલ (VIDEO)

વોશિંગ્ટનઃ અમેરિકાનાં દક્ષિણ કેલિફોર્નિયાનાં એક બારમાં બુધવારનાં રાત્રીએ થયેલ ગોળીબારમાં 13 લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ પણ થયાં છે. હુમલાખોરે સેમી-ઓટોમેટિક ગનથી હુમલો કર્યો અને તાબડતોડ એટલે કે અંધાધૂંધ ગોળીબાર વરસાવ્યો. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસનાં અનુસાર, હુમલામાં ઘાયલ લોકોમાં એક પોલીસ અધિકારી પણ શામેલ છે. ટ્વિટર પર મૂકવામાં આવેલ ઘટનાનો વીડિયો થોડીક જ ક્ષણોમાં વાયરલ થઇ ગયો.

વેંટૂરા કાઉન્ટી શેરીફનાં ઓફિસ કેપ્ટન ગૈરો કુરેદજિયાને ગુરૂવારનાં રોજ એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે, ઘટનામાં શેરીફનાં એક ઉપ અધિકારીને પણ ગોળી વાગી છે. તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. તેમ છતાં તેઓએ ઘાયલોને વિશે વિસ્તૃત જાણકારી નથી આપી.

શેરિફનાં પ્રવક્તાએ જણાવ્યું કે, થાઉઝંડ ઓક્સનાં બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રિલમાં ગોળી ચાલવાની જાણકારી સૌથી પહેલાં રાત્રીએ અંદાજે 11 વાગીને 20 મિનીટ પર મળી હતી. થાઉઝંડ ઓક્સ લોસ એંજિલિસે અંદાજે 40 માઇલની દૂરી પર સ્થિત છે. તેઓએ કહ્યું કે, અધિકારી જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યાં, ત્યારે તેઓએ પણ ગોળી ચાલવાનો અવાજ સંભળાવ્યો. અધિકારી મામલાની તપાસ કરી રહ્યાં છે. તત્કાલ આ સંબંધમાં કોઇ જ વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ નથી થઇ શકી.

વેંચુરા પોસ્ટનો એક રિપોર્ટર તે સમયે ઘટનાસ્થળ પર જ હાજર હતાં. રિપોર્ટરે પોતાનાં ટ્વિટમાં એક વીડિયો પણ શેર કર્યો. જેમાં ઘટના બાદ કેટલાંક લોકોને ભાગતા જોઇ શકાય છે.

You might also like