મુકેશ અંબાણી પાસે અઢળક સંપતિ, આખા દેશનો ખર્ચ 20 દિવસ સુધી ચલાવી શકે છે

મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક છે. જો કે આપણે ક્યારેય તેમની સંપતિની કલ્પના કરી છે. જો કોઈ વખત મુકેશ અંબાણીને આપણી દેશની સરકાર ચલાવવાનો મોકો આપવામાં આવે તો, તેઓ કેટલો ખર્ચ અને કેટલા દિવસ કરી શકે છે, તેની તમે કલ્પના પણ કરી નહીં શકો.

2018ના રૉબિનહુડ ઈન્ડેક્સમાં કહેવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણી પાસે એટલી સંપતિ છે કે તેઓ 20 દિવસ સુધી આખા ભારત દેશનો ખર્ચ કરી શકે.

ઈન્ડેક્સ પ્રમાણે ડિસેમ્બર 2017 સુધી મુકેશ અંબાણીની સંપતિ 40.3 અરબ ડૉલર હતી. જો ભારતના એક દિવસના ખર્ચની વાત કરીએ તો 1.98 એરબ ડૉલર છે. એવામાં મુકેશ અંબાણી આખા દેશનો ખર્ચ 20 દિવસ સુધી ચલાવી શકે છે. આ મામલે મુકેશ અંબાણીએ ચીન, અમેરિકાના અમીરોને પણ પાછળ પાડી દીધા છે.

જેફ બેસોસ પણ અમેરિકાના અરબપતિ છે, જેઓ ઈ-કૉમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક છે. તેઓ મુકેશ અંબાણી કરતા પાછળ છે. જો તેમને અમેરિકાની સરકારનો ખર્ચ ચલાવવામાં આપવામાં આવે તો તેઓ 5 દિવસ સુધી ચલાવી શકે છે.

You might also like