JIO દેશને આપવા જઇ રહ્યું છે 5G સર્વિસ, કંઇક આવો હશે કંપનીનો આ પ્લાન

મુકેશ અંબાણી જિયો બાદ હવે વધુ એક ક્રાંતિ કરવાનાં રસ્તે આગળ વધી રહેલ છે. તેઓની કંપની દેશને જલ્દી એટલે કે ટૂંક સમયમાં જ 5G સર્વિસ આપવાની તૈયારી કરી રહેલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ અમેરિકી કંપની રેડીસેસની સંપૂર્ણ જવાબદારી ખરીદવાની તૈયારી કરી લીધી છે. રિલાયન્સ કંપનીએ આની સૂચના શેરબજારને આપી દીધી છે.

કંપનીનાં જણાવ્યા અનુસાર રેડિસેસની સંપૂર્ણ ભાગીદારી 1.72 ડૉલર પ્રતિ શેરનાં દરે ખરીદવામાં આવશે. આ ખરીદ નકદ બજારમાંથી હશે. રિલાયન્સ જિયોનાં નિર્દેશક અને મુકેશ અંબાણીનાં મોટા સુપુત્ર આકાશ અંબાણીએ કરાર પર કહ્યું કે આ અધિગ્રહણથી રિલાયન્સ જિયોને 5G સર્વિસમાં આગળ વધવામાં મદદ મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ડીલને માટે હવે નિયામક મંજૂરીનું રાહ જોવામાં આવી રહી છે અને 2018નાં ચોથા ક્વાર્ટર સુધી આ પૂર્ણ થવાની આશા સેવાઇ રહી છે.

You might also like