8.5 કરોડ કિંમતની છે મુકેશ અંબાણીની આ CAR, જાણો ખાસિયત

મુકેશ અંબાણીનો ગઇ કાલે (19 એપ્રિલ) જન્મદિવસ હતો, તેમણે 61 વર્ષ પૂરા કર્યા. દેશના સૌથી ધનિક વ્યક્તિ છે એટલે તેમના શોખ પણ એવા ઊંચા જ હોય. આ સાથે તેમની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું મુકેશ અંબાણીની કારની વિશેષતાઓ વિશે.

મુકેશ અંબાણી BMWની 7 સીરીઝની BMW આર્મર્ડ 769 Liનો ઉપયોગ કરે છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 2.5 કરોડ રૂપિયાની આસપાસ છે. મુકેશ અંબાણીએ આ કાર પોતાના માટે ખાસ બનાવી છે તો તેની કિંમત પણ ખાસ એટલે કે 8.5 કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણીની કારમાં VR7 બેલિસ્ટિક સુરક્ષા આપવામાં આવી છે, તેના દરવાજાની અંદર કેવલર પ્લેટ્સ લગાવવામાં આવી છે, તમામ બારીના કાચ બુલેટ પ્રૂફ છે. દરેક બારીનું વજન 150 કિલો છે. અંબાણીની કારને મિલ્ટ્રી ગ્રેડ હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને હાઈ ઈન્ટેસિટીવાળા 17 કિલો વજનના TNT બ્લાસ્ટ પર ટેસ્ટ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેને લેન્ડ માઈન્સ પર પણ ટેસ્ટ કરવામાં આવી છે. અંબાણીની કારનું ફ્યૂલ ટેંક સેલ્ફ સીલિંગ કેવલરથી બનેલું છે. જેમાં આગ લાગતી નથી. કાર પર કેમિકલ અટેકની પણ કોઈ અસર થતી નથી. કેમિકલ એટેકની સ્થિતિમાં તેમાં આપેલા ઓક્સીઝન સિલેન્ડરનો ઉપયોગ કરી શકાય છે.

આ કારના ટાયરને પણ ખાસ બનાવવામાં આવ્યા છે. જેમાં બે લેયર આપવામાં આવ્યા છે. જો ટાયર પર ગોળી આવે તો પણ કોઈ અસર નહીં થાય. કારમાં 6.0 લીટરનું V12 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. એન્જિન 544bhpનો પાવર જનરેટ કરે છે. જ્યારે 750 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ કારને સેટેલાઈટથી પણ ટ્રેક કરી શકાય છે. જેમાં એક ઈન્ટરકોમ પણ છે, જેનો ઉપયોગ ઈમરજન્સીમાં કરી શકાય છે.

Juhi Parikh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

5 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

5 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

5 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

5 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

5 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

5 hours ago