અંબાણી અને ડુડલેએ પેટ્રોલિયમ મંત્રી સાથે કરી મુલાકાત

0 0

નવી દિલ્હી : ભારતનાં સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી રિલાયન્સ જિયોની મદદથી ટેલિકોમ સેક્ટરમાં પાથરો પાડી ચુક્યા છે. હવે તેઓ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પણ આવું કંઇક કરવા જઇ રહ્યા છે ? સરકાર દ્વારા બોલાવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં માલિક મુકેશ અંબાણી અને તેનાં બ્રિટિશ પાર્ટનર બોબ ડુડલેએ ગુરૂવારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી.

મીટિંગમાં બીપી ઇન્ડિયાનાં હેડ શશિ મુકુંદન પણ હાજર રહ્યા હતા. બંન્ને કંપનીઓ ભારતમાં 8 વર્ષથી ગતિરોધ બાદ સમુદ્રમાં ગેસ ઉત્ખનન અને ઉત્પાદનમાં રોકાણ કરવા માટેની ઇચ્છા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ડુડલી અગાઉ જાન્યુઆરી 2015માં ભારત આવ્ય હતા. તેમની યાત્રા બાદ ભારતે પ્રાકૃતિક ગેસ કિંમત ફોર્મ્યુલામાં સંશોધન કર્યું અને ઉંડા સમુદ્ર અને દુરનાં ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસ માટે ઉંચા દરો નક્કી કર્યા હતા.

જો કે ન તો અંબાણી ન તો ડુડલે 80 મિનિટ લાંબી આ મુલાકાત પુરી થયા બાદ કોઇ ટીપ્પણી કરી નહોતી. અંબાણી તથા ડુડલે ઉત્ખનન અંગેની કોઇ પણ જાહેરાત પહેલા વડાપ્રધાન મોદીને મળશે. જો કે સુત્રોનાં અનુસાર સરકારે ફ્યૂલ રિટેલ સેક્ટરમાં રોકાણ કરવા માટે કંપનીએ આમંત્રીત કર્યા હતા.

home

loading...

Leave A Reply

Your email address will not be published.