IPLમાં ધમાકેદાર બેટિંગના ધોનીએ ખોલ્યા રાઝ…..

IPL ના 11 મા સિઝનમાં ચેન્નઈ સુપરકિંગના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અલગ અંદાજમાં રમતા દેખાઈ રહ્યા છે. તેઓ આ સિઝનની શરૂઆતથી જ સારી ઈનિંગ્સ રમી રહ્યા છે. આ સિઝનમાં ઘણી મેચ તેઓ પોતાના દમ પર જીત્યા છે. IPL ના પાછલા સિઝનની સરખામણીમાં ધોની IPL ના આ સિઝનમાં ઘણા આક્રમક રૂપથી ઈનિંગ્સ રમતા નજરે પડી રહ્યા છે. આ વાતનો ઉલ્લેખ ધોનીએ પોતે કર્યો છે…

ઉલ્લેખનીય છે કે IPL ના 11 મા સિઝનની શરૂઆત 7 એપ્રિલથી થઈ છે, પહેલો મુકાબલો ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે રમાયો હતો. અત્યાર સુધી આ સિઝનના 45 મુકાબલાઓ રમાઈ ચુક્યા છે. બે વર્ષ બાદ ફરી આવેલી સીએસકે તરફથી ધોની આ સિઝનમાં અત્યારસુધીમાં કુલ 28 છક્કા મારી ચુક્યા છે, પણ જો વર્ષ 2015 IPL ની યાદીની વાત કરીએ તો ધોનીએ કુલ 15 છક્કા માર્યા હતા.

થોડા સમય પહેલા રાજસ્થાન સામે મળેલી હાર બાદ ધોનીએ પોતાના કોચ સ્ટેફન ફ્લેમિંગને પોતાની બલ્લેબાજી ફોર્મ વિશે પુછ્યુ તો તેમણ એ વાતનો સ્વીકાર કર્યો કે ધોનીની બેટિંગ ઓર્ડરે તેમની બેટિંગ ફોર્મમાં ઘણી મદદ કરી છે. ત્યારે ધોનીએ ખુલાસો કર્યો કે ‘IPL ના શરૂ થવાની પહેલા મે મારા હેડ કોચ ફ્લેમિંગને કહ્યુ કે હુ તિવ્રપણે બેટિંગ કરવાનું પસંદ કરૂ છું, અને હુ વધુમાં વધુ બેટિંગ કરીશ, હુ તમને એક સારૂ રિટર્ન આપી શકું છુ’

ધોનીની ચેન્નઈ સુપરકિંગને રાજસ્થાન રોયલ્સના સામે 4 વિકેટથી હારનો સામનો કરવા પડ્યો હતો. આ મેચમાં ચેન્નઈએ પહેલા બેટીંગ કરી 4 વિકેટના નુક્શાન સાથે 176 રન બનાવ્યા હતા. તેના જવાબમા રાજસ્થાને 6 વિકેટ ઘુમાવી લક્ષ્ય પ્રાપ્ત કર્યુ હતુ. ધોનીએ આ મેચમાં 33 રનની નાબાદ ઈનિંગ રમી હતી.

IPL 2018ના અત્યાર સુધીમાં રમવામાં આવેલા 11 મેચોમાં ધોનીએ સરેરાસ 98.25 સાથે 393 રન બનાવ્યા છે, જેમા 3 અડધી સદી પણ છે, બેટિંગ કરતી વખતે તેમનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 163 ના રહ્યો છે.

You might also like