PHOTOS: મેચ જોવા માટે પહોંચેલી ઝિવાએ બોલિવુડના ‘બાહશાહ’ સાથે કરી મસ્તી

ચેન્નાઇમાં રમાયેલી IPL-11ની પાંચમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ વિકિટે હરાવી હતી. IPLની આ સીઝનમાં CSKની સતત બીજી જીત છે. મેચમાં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા શાહરુખ ખાન પણ ચેન્નાઈ પહોંચ્યો હતો, જ્યારે ધોનીની ટીમને સપોર્ટ કરવા તેની પત્ની સાક્ષી અને દીકરી ઝિવા પણ સ્ટેડિયમમાં હાજર હતા.

ગઈકાલની મેચમાં ભલે શાહરૂખની ટીમ મેચ હારી ગઈ હોય, પણ શાહરૂખ અને ઝિવાના મસ્તી કરતા ફોટોએ લોકોનાં દિલ જીતી લીધા છે અને હાલમાં આ ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

મેચ દરમિયાન બોલિવુડના ‘કિંગ ખાન’ શાહરૂખ અને ઝિવા વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળ્યું હતુ. આટલું જ નહીં, છેલ્લી ઓવરમાં જ્યારે જાડેજાએ સિક્સર ફટકારીને ચેન્નાઈની જીત સુનિશ્ચિત કરી ત્યારે પણ શાહરૂખે ધોનીની પત્ની સાક્ષીને હગ કરીને શુભકામના પણ આપી હતી.

You might also like