MRF કંપની નાંખશે ગુજરાતમાં 4,500 કરોડનો નવો પ્લાન્ટ

અમદાવાદ: નોટબંધી પછી પહેલી વાર ઊર્જિત પટેલ જે RBIના નવા ગવર્નર છે તેમણે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સેમિનારમાં હાજરી આપી હતી. આ સંદર્ભે તેમણએ પોતાના સેશન દરમિયાન સાવ ઓછું બોલ્યા હતા અને પછી પાછલા બારણે નીકળી ગયા હતા. મીડિયાના લોકોએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે કોઈની સાથે પણ વાત કરવાનું ટાળ્યું હતું.

વાઇબ્રન્ટના બીજા દિવસે IT, BT, એગ્રિકલ્ચર ક્ષેત્રે અગત્યના MOU થયા હતા. જ્યાં MRF કંપનીએ ગુજરાતમાં 4500 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેનાથી 2500 રોજગારીની નવી તકો ઉભી થશે.મહિને 1 મિલિયન ટાયરનું ઉત્પાદન થશે.

ઊર્જિત પટેલ કહ્યું હતું કે અમેરિકાની ઇકોનોમીમાં થયેલા પરિવર્તનને કારણએ વૈશ્વિક અર્થવ્યવસ્થા ઝડપથી પરિવર્તિત થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે ઇંફ્લેશન ટાર્ગેટને 4 ટકા રાખવા પ્રયાસ કરી રહ્યા છીએ. તેમ જ મોનેટરી પોલીસીના સ્મૂથ ટ્રાંસમિશન માટે સતત પ્રયત્નશીલ.

ઉલ્લેખનીય છે કે, આવતી કાલે 5:30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટની સમાપન ઇવેન્ટમાં અનીલ અંબાણી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી અને વૈકેયા નાયડુ હાજરી આપશે.

You might also like