MP: ટ્રેકટર-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 12નાં મોત, નવને ઈજા

ભોપાલ: મધ્યપ્રદેશના મુરેનામાં આજે સર્જાયેલા અકસ્માતમાં ગેરકાયદે રેતી ભરીને જઈ રહેલા એક ટ્રેકટરના ચાલકે જીપને ટકકર મારતાં ૧૨ લોકોનાં મોત થયાં છે જ્યારે અન્ય નવ વ્યકિતને ઈજા થઈ છે. જેમાંથી પાંચ વ્યકિતની હાલત ગંભીર છે. તેથી મૃત્યુ આંક હજુ વધવાની સંભાવના છે.

આજે સવારે ગેરકાયદે રેતી ભરીને જઈ રહેલા એક ટ્રેકટરના ચાલકે રોડ પરથી પસાર થતી જીપને ટકકર મારતાં ૧૨ વ્યકિતનાં મોત થયાં છે. આ ઘટના મુરેના સ્ટેશન રોડ પોલીસ મથકની હદમાં બની છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેકટરની ટકકર લાગતાં જીપનો ખુરદો બોલી ગયો હતો.

બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈને જીપમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. આજે સવારે પાંચ વાગે રેતીથી ભરેલા ટ્રેક્ટર ટ્રોલીએ જીપને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં ૧૨ લોકોનાં મોત થઇ ગયાં. નવ લોકો ઘાયલ છે.

તેમાં પાંચની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુરેનાથી ચાર કિમી દૂર અમ્બાહ રોડ પર ગંજરામપુરની નજીક આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં વાહનોની અથડામણ એટલી ભયંકર હતી કે બંને વાહન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયાં.

બંને વાહનની વચ્ચે શબ ફસાઈ ગયાં. સ્થળ પર પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી તેમને બહાર કાઢ્યાં હતાં. ટ્રેક્ટર ડ્રાઇવર ઘટના બાદ સ્થળ પરથી ભાગી ગયો હતો.

મુરેનાના એસપી અમિતસિંહે આ દુર્ઘટના બદલ દુઃખ વ્યકત કરતાં જણાવ્યું હતું કે જીપમાં બેઠેલા લોકો ગ્વાલિયરથી તેમના સંબંધીની એક યુવતીનું મોત થતાં તેના અંિતમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા. અને તેઓ ગ્વાલિયરના બડેરા ગામના રહીશો હતા.

તેઓ મુરેનાના ગુરગાન ગામ જઈ રહ્યા હતા ત્યારે મુરેના નજીક રેતી ભરીને પૂરપાટ આવતાં ટ્રેકટરે જીપને ટકકર મારતાં તેમાં બેઠેલા લોકો ૧૨ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે અન્ય નવ લોકોને ઈજા થઈ છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

divyesh

Recent Posts

શોપિયામાંથી અપહરણ કરાયેલા ત્રણ પોલીસ અધિકારીની હત્યાઃ એકને છોડી મૂક્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ આજે સવારે જે ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને ચાર પોલીસકર્મીઓનાં અપહરણ કર્યાં હતાં તેમાંથી આતંકવાદીઓએ…

42 mins ago

ખંડિત સ્ટેચ્યૂ, તૂટેલી રેલિંગ… શહેરની શોભા વધારતા ટ્રાફિક આઇલેન્ડની આ છે હાલત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ ટ્રાફિક આઇલેન્ડની શોભા વધારવા માટે અલગ અલગ થીમ પર સ્ટેચ્યૂ મૂક્યાં છે જે હાલ…

1 hour ago

અનંત ચતુર્દશીએ શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે 34 કુંડ બનાવાયા

અમદાવાદ: આવતા રવિવારે અનંત ચતુર્દશી હોઈ દુંદાળાદેવ ગણેશજીની મૂર્તિની દશ દિવસ માટે પ્રતિષ્ઠા કરનારા ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક વિસર્જન…

1 hour ago

દબાણખાતા અને પોલીસને પૈસા આપવા તેમ કહી લારીવાળાઓને લુખ્ખા તત્વોની ધમકી

અમદાવાદ: શહેરમાં અાડેધડ પાર્કિંગ અને રોડ પર ગેરકાયદે દબાણને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસો…

1 hour ago

મ્યુનિ. ઢોર પકડવામાં-પશુપાલકો તેના રજિસ્ટ્રેશન માટે ઉદાસીન

અમદાવાદ: હાઈકોર્ટના કડક આદેશ છતાં શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને ગાયોનાે ત્રાસ હજુ ઓછો થયો નથી. અનેક વિસ્તારમાં ગાયોના…

2 hours ago

બેન્કમાં જ યુવકનાં રોકડ અને મોબાઈલ લૂંટી બે શખસો ફરાર

અમદાવાદ: હેબતપુર ગામમાં રહેતા અને થલતેજની એક કંપનીમાં નોકરી કરતા યુવક પાસેથી કોઇ બે અજાણ્યા શખસ બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની…

2 hours ago