Infosys માંથી રાજીનામું આપ્યા બાદ HP એન્ટરપ્રાઇઝમાં જોડાઇ શકે છે વિશાલ સિક્કા

ઇન્ફોસીસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ પદેથી રાજીનામું આપ્યા બાદ વિશાલ સિક્કા HP કંપનીથી જોડાય તેવી ચર્ચા છે. એવું મનાય છે કે, સિક્કા કંપનીના CTO (ચીફ ટેક્નિકલ ઓફિસર) તરીકે HP (હેવલેટ પેકર્ડ) એન્ટરપ્રાઇઝમાં જોડાઈ શકે છે.

જોકે સિક્કા તરફથી અત્યાર આ અંગેની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. એચ.પી.ઇ. 2015માં બનાવવામાં આવી હતી, જ્યારે તે હેવલેટ-પેકર્ડથી અલગ થઈ ગઈ હતી. આ કંપનીમાં આશરે બે લાખ કર્મચારી કામ કરે છે. એચ.પી.ઈ ડેટા સેન્ટર હાર્ડવેર અને સોફ્ટવેર વેચે છે, જ્યારે HP પર્સનલ કમ્પ્યુટર અને પ્રિન્ટર વેચે છે.

સિક્કાએ ગયા શુક્રવારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમની પાસે ઇન્ફોસીસ પછી હાલમાં કોઈ યોજના નથી અને તેઓ તેમના પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરવા માંગે છે.

You might also like