Categories: Entertainment

ફિલ્મ સ્ટાર બન્યા રસોઈયા

તાજેતરમાં ફિલ્મ ‘કી એન્ડ કા’માં અર્જુન કપૂરે એક હાઉસ હસબન્ડનું પાત્ર ભજવ્યું હતું. જે ફિલ્મમાં પત્ની કરીના કપૂર માટે સ્વાદિષ્ટ ડિશ બનાવે છે. કરીનાના પતિ
સૈફ અલી ખાને લગભગ એક દાયકા પહેલાં ફિલ્મ ‘સલામ નમસ્તે’માં એક કૂક (રસોઈયા)નો રોલ ભજવ્યો હતો. તે એક વાર ફરી ફિલ્મ સૈફની હિંદી રિમેકમાં બાવર્ચી બનશે. અા ઉપરાંત બોલિવૂડમાં કેટલાયે માચો ગણાતા હીરોઅે પણ અોનસ્ક્રીન કૂકના રોલ કર્યા છે.
રાજેશ ખન્ના (બાવર્ચી) :  રાજેશ ખન્નાને અે વાતનું શ્રેય જાય છે કે તેણે ૧૯૭૨માં અાવેલી અા ફિલ્મમાં પહેલી વાર રસોઈયાનો રોલ કર્યો હતો. જ્યારે એક સંયુક્ત પરિવારમાં કોઈ પણ રસોઈયો ટકતો નથી ત્યારે રાજેશ ખન્ના પોતાની સેવા અાપે છે. તે પરિવારને સારું ભોજન બનાવી અાપવાની સાથે પારિવારિક સભ્યોની વચ્ચે સમસ્યાઅો પણ સૂલઝાવે છે. તેની સેન્સ અોફ હ્યુમર બધાંને હસાવે છે. અા ફિલ્મ ગોવિંદાની હીરો નંબર વનની પ્રેરણા બની હતી.

અમિતાભ બચ્ચન (ચીની કમ) : અા ફિલ્મમાં અમિતાભે એક ઘમંડી અને ગુસ્સાવાળા રસોઈયાનું પાત્ર ભજવ્યું છે. છતાં પણ તેની રસોઈકળામાં નિપુણતાના કારણે લોકો તેની રેસ્ટોરાંમાં અાવે છે, જ્યારે પણ તબ્બુ તેની કૂકિંગની બુરાઈ કરે છે તો તેનાથી સહન થતું નથી. બંનેની વચ્ચે ઉંમરનું અંતર હોવા છતાં પણ પ્રેમ થાય છે. અા ફિલ્મ દર્શકો અને સમીક્ષકોઅે ખૂબ જ વખાણી હતી.

શાહરુખ ખાન (ડુપ્લિકેટ):  અા ફિલ્મમાં શાહરુખે ડબલ રોલ કર્યાે હતાે. એક અારોપી તો બીજો રસોઈયો હતો. શાહરુખે પોતાની રસોઈકળાનું પ્રદર્શન ન કર્યું, પરંતુ દર્શકોને અા મસાલા અેન્ટરટેઈનમેન્ટ ફિલ્મ પસંદ પડી હતી અને ફિલ્મે સારો બિઝનેસ પણ કર્યો હતો.

સૈફ અલી ખાન (સલામ નમસ્તે): અાગામી ફિલ્મ સૈફની રિમેક માટે સૈફ પોતાની રસોઈકળાને નિખારવાની ટ્રેનિંગ લેશે. અા પહેલાં સૈફ પ્રીિત ઝિન્ટા સાથે સલામ નમસ્તેમાં બાવર્ચી બની ચૂક્યો છે. તે એક અાર્કિટેકટ તરીકે અોસ્ટ્રેલિયા જાય છે. તે ત્યાં રેસ્ટોરાંની ડિઝાઈન કરવાની સાથે રસોઈયો પણ બને છે. અા ઉપરાંત ઇમરાન ખાને બ્રેક કે બાદ, અાર માધવને રામજી લંડનવાલે અને નસીરુદ્દીન શાહે ટુડે સ્પેશિયલમાં રસોઈયાનો રોલ ભજવ્યો હતો.

અાદિત્ય રોય કપૂર (દાવત એ ઇશ્ક): અા ફિલ્મમાં અાદિત્ય પોતાના પૂર્વજો દ્વારા વારસામાં મળેલી રેસ્ટોરાંનો માલિક તેમજ રસોઈયો બન્યો છે. તે વાસ્તવિક જિંદગીમાં ક્યારેય જમવાનું બનાવતો ન હોવાથી અનકમ્ફર્ટેબલ ફીલ કરતો હતો, તેથી તેણે પોતાનાં માતા-પિતા પાસે ટિપ્સ લીધી હતી. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શાકભાજી કટ કરવાનું તેણે પિતા પાસે શીખ્યું.

કુણાલ કપૂર (લવ શવ તે ચિકન ખુરાના): રસોઈયાે બનવા ન ઇચ્છતો કુણાલ કપૂર લંડનથી અાવેલો અેક વકીલ છે, પરંતુ તેને પોતાના પિતા ખુરાના દ્વારા ચલાવાતા ઢાબા પર રસોઈયાે બનવું પડે છે. ખૂબ જ જલ્દી તે પોતાના ઢાબાની લોકપ્રિય ડિશ ચિકન ખુરાના બનાવવામાં એક્સ્પર્ટ બની જાય છે. અા વસ્તુ લઈને તેના પહેલા પ્રેમ હુમા કુરેશી સાથે મેળવે છે, પછી અા ડિશમાં રોમેન્ટિક સ્વાદ મળે છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

17 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

17 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

17 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

17 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

17 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

17 hours ago