Movie Review: 1921: હૉરર કે સેક્સી ફિલ્મ, ખબર જ નહીં પડે

બોલિવૂડમાં સમયાંતરે હોરર મૂવી આવતાં રહે છે. કેટલીક ફિલ્મો પોતાના સ્ટંટના લીધે મજાક બનીને રહી જાય છે તો કેટલીક એટલી પ્રેડિક્ટેબલ હોય છે કે તેને જોવાની સહેજેય મજા આવતી નથી, જોકે વિક્રમ ભટ્ટ આમાં અપવાદ છે.

વિક્રમ ભટ્ટ આ ઝોનરમાં પોતાની આગામી ફિલ્મ ‘૧૯૨૧’ લઇને આવ્યા છે. આ વિક્રમ ભટ્ટ હોરર મૂવી સિરીઝ ‘૧૯૨૦’ની ચોથી ફિલ્મ છે, જેમાં ઝરીન ખાન અને કરણ કુંદ્રા લીડ રોલમાં છે.

આ કહાણી આયુષ અને રોઝની છે, જેમણે આત્માઓની જાળમાંથી નીકળવા ઘણાે બધાે સંઘર્ષ કરવાે પડે છે. આ ફિલ્મથી હોલિવૂડની અભિનેત્રી એન્જેલા ક્રિસલિંજકી બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે.

તે ફિલ્મમાં એક નકારાત્મક ભૂમિકા ભજવી રહી છે. તેણે ભજવેલા પાત્રના કારણે કરણની મુશ્કેલીઓ વધી જાય છે. ઝરીનને ભૂત અંગેની જાણકારી હોય છે. આત્મા તેને શા માટે સતાવે છે તે જાણવા કરણ ઝરીનની મદદ લે છે. વિક્રમ ભટ્ટે તાજેતરનાં વર્ષોમાં ‘રાઝ રિબૂટ’, ‘મિ. એક્સ’ અને ‘ક્રિચર’ જેવી ફિલ્મો બનાવી હતી, પરંતુ આ ફિલ્મો કમાણીની બાબતમાં પછડાઇ ચૂકી છે.

You might also like