Movie Review: ‘લખનઉ સેન્ટ્રલ’

વાયકોમ ૧૮ મોશન પિક્ચર્સ, નિખિલ અડવાણી, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી નિર્મિત ‘લખનઉ સેન્ટ્રલ’ના નિર્દેશક રંજિત તિવારી છે. ફિલ્મનું સંગીત અર્જુન હરજાઈ, રોચક કોહલી અને તનિષ્ક બાગચીએ આપ્યું છે. ફિલ્મમાં ફરહાન અખ્તર, ડાયના પેન્ટી, ગિપ્પી ગ્રેવાલ, રોનિત રોય, દીપક ડોબરિયાલ, ઈનામ ઉલ હક અને રાજેશ શર્મા જેવા કલાકારો છે.
કિશન મોહન (ફરહાન અખ્તર) ગિરહોત્રા ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો રહેવાસી છે. કિશન પર હત્યાનો આરોપ લાગે છે અને તે ‘લખનઉ સેન્ટ્રલ’ જેલમાં આવી જાય છે, જ્યાં તેને સજા સંભળાવવાની રાહ છે. એનજીઓ માટે કામ કરતી ગાયત્રી કશ્યપ (ડાયના પેન્ટી) કેદીઓ માટે એક બેન્ડ બનાવવા જઈ રહી છે. આ કારણે કિશનની તેની સાથે મુલાકાત થાય છે.
ધિક્કત અન્સારી, વિક્ટર ચટ્ટોપાધ્યાય, પુરુષોત્તમ પંડિત, પરમિંદર ત્રેહાનની કિશન સાથે મિત્રતા થાય છે. કિશન આ ચારેયને બેન્ડનો હિસ્સો બનવા રાજી કરે છે. ‘લખનઉ સેન્ટ્રલ’માં નાટકીય અંદાજમાં દર્શાવાયું છે કે જેલમાં કિશનની જિંદગી કેવી રીતે ગુજરે છે અને સંગીત તેની તથા અન્ય લોકોની જિંદગીમાં કેવી રીતે મહત્ત્વનું બની ગયું છે. •

You might also like