Parmanu Review: 2 વર્ષ પછી દમદાર સ્ક્રિપ્ટ સાથે પરત ફર્યો જોન અબ્રાહમ

જોન અબ્રાહમ એન્ટરટેઇનમેન્ટ, ઝી સ્ટુડિયોઝ, કેવાયટીએ પ્રોડક્શન નિર્મિત અને અભિષેક શર્મા નિર્દેશિત ફિલ્મ ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’નું સંગીત સચિન-જિગર અને જીત ગાંગુલીએ આપ્યું છે. ફિલ્મમાં જોન અબ્રાહમ, ડાયના પેન્ટી, બોમન ઈરાની અને દર્શન પંડ્યા જેવા કલાકારો છે.

૧૯૯૮માં ભારતીય સેનાએ પોખરણ (રાજસ્થાન)માં બીજું પરમાણુ બોમ્બ પરીક્ષણ ડો. એપીજે અબ્દુલ કલામના નેતૃત્વમાં કર્યું હતું. આ સમયે અટલબિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન હતા. ૨૦ વર્ષ પહેલાં ૧૧ મે, ૧૯૯૮ના રોજ પોખરણના રણમાં ભારત ઇતિહાસ લખી રહ્યું હતું.

પોખરણમાં ગરમી ૪૦ ડિગ્રીને પાર હતી, પરંતુ ભારતીય વિજ્ઞાનીઓએ ફરી વખત પરમાણુ પરીક્ષણ કરીને સાબિત કરી દીધું હતું કે તે દુનિયાની એ તાકાતમાંની એક છે, જે પોતે સાધન-સંપન્ન છે.

પોખરણનું પરમાણુ પરીક્ષણ દુનિયાને એ સંદેશ આપવા માટે પૂરતું હતું કે ભારત કોઈ પણ રીતે ઊતરતું નથી. પોખરણને ‘ઓપરેશન શક્તિ’ નામ અપાયું હતું. આ ટેસ્ટ દ્વારા ભારતે સાબિત કરી દીધું હતું કે તે રાજકીય રીતે પણ નબળું નથી.

દેશની રક્ષા કરવા માટે તે કોઈ પણ દબાણ વગર નિર્ણય લેવાની તાકાત ધરાવે છે. જોને આ ફિલ્મ અંગે વાત કરતાં જણાવ્યું કે આ એક સેન્સિબલ અને ક્રેડિબલ ફિલ્મ છે.

You might also like