Movie: ‘ગોલ્ડ’ વાસ્તવિક ઘટનાના આધાર પર બનાવેલી કાલ્પનિક કહાણી

રીતેશ સિધવાની, ફરહાન અખ્તર નિર્મિત અને રીમા કાગતી નિર્દેશિત ‘ગોલ્ડ’ ફિલ્મમાં સંગીત સચીન અને જિગરે આપ્યું છે. ફિલ્મમાં અક્ષયકુમાર, મૌની રોય, કૃણાલ કપૂર, અમિત સાધ, વિનીતસિંહ, સની કૌશલ અને નિકિતા જેવા કલાકારો છે.

૧૯૪૮માં આયોજિત ઓલિમ્પિકમાં હોકીમાં ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે સ્વતંત્ર ભારત દ્વારા જીતાયેલો પહેલો ગોલ્ડ મેડલ હતો. આ વાસ્તવિક ઘટનાને આધાર બનાવીને કાલ્પનિક કહાણી લખવામાં આવી છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે ૧૯૪૮ની જીત પાછળ ૧ર વર્ષની મહેનત લાગી છે.

વાત ૧૯૩૬ની છે અને કહાણી છે તપનદાસ (અક્ષયકુમાર) નામના એક યુવા આસિસ્ટન્ટ મેનેજરની, તેનું સપનું હતું કે તે સ્વતંત્ર ભારતની હોકી ટીમમાં રમશે અને ભારત માટે ગોલ્ડ મેડલ મેળવશે.

તપનના આ સપનાને પૂરાં કરવાની યાત્રાને ફિલ્મમાં દર્શાવાઇ છે. આ ફિલ્મથી ટીવીની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય બિગ સ્ક્રીન પર શરૂઆત કરવા જઇ રહી છે. ફિલ્મનું નિર્દેશન કરનાર રીમા કાગતીઅે ર૦૦૭માં ‘હનિમૂન ટ્રાવેલ્સ પ્રા. લિ.’ અને ર૦૧રમાં ‘તલાશ’ જેવી ફિલ્મ બનાવી છે.•

You might also like