Categories: Ajab Gajab

માએ બે વર્ષની પુત્રીને ઓવનમાં ભૂંજી નાખી

હ્યુસ્ટન: અમેરિકામાં વધુ એક કાળજું કંપાવી નાખતી ઘટના બહાર આવી છે. એક મહિલાએ ક્રૂરતાની હદ પાર કરતાં પોતાની બે વર્ષની માસૂમ પુત્રીને ઓવનમાં નાખી ભૂંજી નાખી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીની સારવાર ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટના જણાવ્યાનુસાર ટેકસાસ રાજ્યના ગ્લેનરોઝમાં આ ઘટના બની હતી. પોલીસે ૩પ વર્ષીય મહિલા આરોપી તાશા હેચરની ધરપકડ કરી છે. નજરે જોનારનું કહેવું છે કે મહિલાએ બે વર્ષની પુત્રીને ઓવનમાં નાખી હતી. સમરવેલ કાઉન્ટી શેરિફ વિભાગે જણાવ્યું છે કે બાળકીને એમ્બ્યુલન્સમાં ટેકસાસની હેલ્થ હેરિસ હોસ્પિટલ લઇ જવાઇ હતી. ત્યારબાદ તેને એર એમ્બ્યુલન્સથી ડલાસના આર્કલેન્ડ બર્ન સેન્ટર પહોંચાડાઇ હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રાંત ઓહિયોના ફ્રેન્કલિનમાં પણ આ પ્રકારની કાળજું કંપાવતી ઘટના બની હતી. એક ઓરમાન માતાએ સજા આપવા માટે ચાર વર્ષના બાળકનો પગ બાથ ટબમાં ઉકળતા પાણીમાં નખાવ્યો હતો. જેનું પાછળથી મોત થયું હતું.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

11 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

11 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

11 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

12 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

12 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

12 hours ago