OMG: મા-દીકરીની એકસાથે ડિલીવરી, એક જ સમયે બાળકોને જન્મ આપ્યો

માતા બનવા માટે આમ તો કોઈ વયમર્યાદા હોતી નથી. લાઈફસ્ટાઈલમાં આવેલ ફેરફારના કારણે હવે મહિલાઓ મોડી ઉંમરે માતા બનવાનું પણ પસંદ કરતી હોય છે. જો કે મોટી ઉંમરે માતા બનવામાં અમુક પ્રકારની સમસ્યાઓ પેદા થતી હોય છે, પરંતુ ટેક્નોલોજીના કારણે તેમાં પણ ઘટાડો થયો છે.

તુર્કીમાં એક 42 વર્ષની માતાએ અને તેની 21 વર્ષની પુત્રીએ એકસાથે હોસ્પિટલમાં બાળકોને જન્મ આપ્યો હતો. ફાતમા નામની 42 વર્ષીય મહિલાએ પુત્રી ગેડ સાથે હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. ફાતમા સીરિયાની રહેવાસી છે, પરંતુ ત્યાં યુદ્ધનો માહોલ હોવાથી તે તુર્કીમાં આવીને વસી ગઈ હતી.

ફાતમા અને તેની પુત્રી બંને ગર્ભવતી હતા અને બંને એકબીજાનું ધ્યાન રાખતા હતા. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે માતા અને દીકરી બંનેની ડિલીવરી પણ એક જ દિવસે થઈ હતી અને એક જ સમયે થઈ હતી.

હોસ્પિટલમાં ડૉક્ટરની સાથે અન્ય લોકો પણ આશ્ચર્યંમાં મૂકાઈ ગયા હતા. માતા અને દીકરી બંનેએ સિઝેરિયન દ્વારા બાળકોને જન્મ આપ્યો હતો. જો કે હજુ સુધી બંને બાળકોના પિતાની કોઈ માહિતી મળી નથી.

You might also like