આ છે વિશ્વનાં સૌથી પ્રાચીન શહેરો, સૌંદર્યતામાં છે નંબર વન

 

1. ભારત, કાશીઃ ભારતમાં સ્થિત વારાણસી શહેર 5,000 વર્ષ જૂનું છે. ગંગા નદીનાં કિનારે સ્થિત આ શહેરમાં આપ મહાભારત તથા રામાયણ સાથે જોડાયેલ ઘણી બધી વાતો વિશે આપ જાણી શકો છો. આ સિવાય આપ અહીં દરરોજ સાંજની આરતીનો સુંદર નજારો પણ જોઇ શકો છો.
2. લેવનાન, વેરૂતઃ લેવનાનની રાજધાની વેરૂત શહેર અંદાજે 5,000 વર્ષ જૂનો સૌથી પ્રાચીન દેશ છે. આ શહેરમાં આપ પોતાની ફેમિલી સાથે પ્રાચીન મંદિર, કૈસલ અને સેંટ જોન વૈપ્ટિસ્ટ ચર્ચ નિહાળી શકો છો.
3. ગ્રીસ, એન્થેસ: ગ્રીસ શહેરનું એન્થેસ પણ સુંદરતાની દ્રષ્ટિએ કોઇ અન્ય શહેરોથી કમ નથી. 6,000 વર્ષ જૂનાં આ પ્રાચીન શહેરમાં પણ આપ અનેક ઐતિહાસિક જગ્યાઓ જોઇ શકો છો.
4. યૂરોપ, પ્લોવ્દિવઃ
યૂરોપનું સૌથી સુંદર શહેર પ્લોવ્દિવ પણ 6,000 વર્ષ જૂનું છે. આ શહેરમાં અનેક જૂની એટલે કે પ્રાચીન કલાકૃતિઓ સાથે સાથે આપ પ્રાચીન રંગમંચ અને રોમન કલાની ઝલક પણ નિહાળી શકો છો.

 

5. સીરિયા, એલપ્પોઃ
લગભગ 6,300 વર્ષ જૂનું આ શહેર સૌથી મોટું નગર છે. એશિયા અને યૂરોપની વચ્ચે વેપારનું સૌથી મહત્વનું કેન્દ્ર રહી ચૂકેલ આ શહેરમાં આપ પોતાની રજાઓની અહીં ભરપૂર મજા લઇ શકો છો.
6. લેવનાન, સિડોંનઃ લેવનાનનું સૌથી પ્રાચીન શહેર સિડોંન પણ અંદાજે 6,000 વર્ષ પ્રાચીન છે. વેરૂતનાં દક્ષિણમાં આવેલ આ શહેરની સુંદરતા જોઇને આપ પણ આશ્ચર્યચકિત થઇ જશો. 2 લાખ આબાદીવાળા આ શહેરમાં અનેક ઐતિહાસિક ઇમારતો, સાગર મહેલ તેમજ ક્રુસેડર્સને આપ અહીં જોઇ શકો છો તેમજ તેનો ભરપૂર આનંદ પણ ઉઠાવી શકો છો.
7. ઇરાન, રે (Rey):
5,000થી 6,000 વર્ષ જૂનાં ઇરાનનું આ શહેર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ સિવાય આ શહેરમાં આપ અનેક ઐતિહાસિક ઇમારતો જેવી કે ચશ્મેહ અલી પહાડી, ગેબ્રી મહેલ, શાહ અવ્વાસી કારવાં સરાય અને તુગરૂલ ટાવર પણ આપ નિહાળી શકો છો.

 

8. ગ્રીસ, અર્ગોસઃ
ગ્રીસનું 7,000 વર્ષ જૂનું શહેર અર્ગોસ શહેર પણ સુંદરતાની દ્રષ્ટિએ અન્ય શહેરોની તુલનાએ આગળ છે. નવપાષાણ કાળથી આ શહેરમાં આપ અનેક પ્રાચીન સ્મારકો જોઇ શકો છો.

 

9. ફિલિસ્તીન, જેરિકોઃ
11,000 વર્ષ જૂનાં ફિલિસ્તીનનાં જેરિકો શહેરમાં પણ આપ અનેક જૂની તેમજ પ્રાચીન ઇમારતો આપ જોઇ શકો છો. જોર્ડન નદીનાં કિનારે આવેલ આ શહેરમાં આપ સેંટ જોર્જ ઓર્થોડોક્સ મઠ, ટેલ એસ સુલ્તાન, હિશામનાં મહેલ અને શાલોમ અલ યિશરાયલ સિનાગોગ પણ ખૂબ જ આકર્ષક રીતે નિહાળી શકો છો.
10. સીરિયા, દમાસ્કસઃ
સીરિયાનાં એલેપ્પો શહેરની જેમ જ દમાસ્કસ પણ ઘણું જૂનું શહેર છે. 11,000 વર્ષ જૂના આ શહેરમાં પણ આપ અનેક ઐતિહાસિક અને પ્રાચીન જગ્યાઓને આપ જોઇ શકો છો. આ શહેરની સુંદરતા પણ આપનું મન મોહી લેશે.
You might also like