ભાઇબંધો સાથે ફરવા તેમજ મોજ-મસ્તી માટે મોરક્કો છે પરફેક્ટ

હરવું-ફરવું કદાચ જ કોઇકને પસંદ ના હોય અને વાત જ્યારે ભાઇબંધો સાથે ફરવાની હોય ત્યારે આ તક કોણ છોડવાનું પસંદ કરે. જ્યારે મિત્રો સાથે ટ્રાવેલિંગની સાથે-સાથે નવા-નવા એડવેન્ચરના અનુભવની તક મળે છે જ્યારે આનંદ પણ કરવા મળે છે.

જો તમે ભાઇબંધો સાથે દેશની બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો યુએસ, યૂકે અને ઓસ્ટ્રેલિયાથી અલગ કોઇ એવી જગ્યા પર જ્યાં રિલેક્સની સાથે તે શહેરમાં સારી રીતે ફરી પણ શકશો. ભાઇબંધોની સાથે આફ્રિકાના મોરક્કો શહેર જઇ તમે તમારી ઇચ્છાઓને પુરી કરી શકો છો.


મોરક્કોમાં તમને ફરવા, પાર્ટ કરવાથી લઇને અલગ-અલગ પ્રકારના એડવેન્ચર્સ સ્પોર્ટ્સમાં પ્રયત્ન કરવાના ઘણા બધા ઓપ્શન મળે છે. એવું કહેવાય છે કે વિદેશમાં નાઇટલાઇફ ઘણી શાનદાર હોય છે જો તમે પણ તેનો અનુભવ લેવા માગતા હો તો બ્લૂસિટી Chaouen જરૂરથી જાઓ.

જે તમારા પ્રવાસને હંમેશા માટે યાદગાર બનાવી દેશે. યૂરોપની આજુબાજુ હોવાથી મોરક્કો શહેરના કલ્ચરમાં અરેબિયન અને યૂરોપિયન બંને ઝાંખી જોવા મળશે. ફરવા માટે ફેજ સિટી, અસિલાહ સિટી અને મેખાન્સ ઘણી સારી જગ્યા છે. મોરક્કો સૌથી જૂની તેમજ ખૂબસૂરત શહેમાંનું એક છે.

અસિલાહ શહેર કોબાલ્ટ બ્લૂ કલરમાં રંગાયેલું છે. પોર્ટુગલ દ્વારા બનાવામાં આવેલ મોટી-મોટી દિવાલ, કિલ્લા આ જગ્યાની ખૂબસૂરતી વધારવાનું કામ કરે છે. હાઇ એટલસ મોરક્કોનું સૌતી ઉંચુ પોઇન્ટ છે. મોરક્કોની રાજધાની રબાત છે. સહારા ડેઝર્ટને જોવું હોય તો રબાત જરૂર આવો. મોરક્કોની રાજધાની રબાત માટે ઘણી ફલાઇટ છે. નવી દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદથી અહી જવાની ફલાઇટ મળે છે.

You might also like