OMG! અહીં ડોક્ટરો કરી રહ્યાં છે પગારવધારાનો વિરોધ, જાણો શું છે કારણ….

સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે નોકરીયાત વર્ગને માટે જો સૌથી મોટી કોઇ ચિંતા હોય તો તે છે તેને મળતી સેલરી. પછી ભલે તે મજૂર હોય કે ડૉક્ટર કે એન્જીનિયરથી લઇને દરેક લોકોને ઊંચી સેલરીની ઇચ્છા હોય છે. પરંતુ તમને સામેથી જાણીને એ વાતની નવાઇ લાગશે કે કોઇ એવું કહે કે અમારે માટે આ સેલરી ઘણી વધારે છે.

અમારે આટલાં બધાં રૂપિયાની જરૂરિયાત નથી. તો આપ તો શું સૌ કોઇ આ બાબત જાણીને ચોંકી ઊઠશે. પરંતુ આ હકીકત છે. હકીકતમાં કેનેડાનાં ડૉક્ટરો, મેડિકલ સ્પેશિયાલિસ્ટ અને મેડિકલનાં વિદ્યાર્થીઓએ સેલરીમાં વધારો થતાં તેઓએ એક અરજી દાખલ કરી છે.

આ અરજીમાં તેઓએ એવું લખ્યું છે કે,”એમની વધતી જતી સેલરી એ જરૂરિયાતમંદ લોકોને અથવા તો દર્દીઓને આપવામાં આવે. તેમનાં કહેવા અનુસાર 25 ફેબ્રુઆરીનાં રોજ દાખલ કરવામાં આવેલ આ અરજી સાથે અત્યાર સુધી 700 લોકો જોડાઇ ગયાં છે.

સીએનબીસીનાં જણાવ્યા અનુસાર 213 સામાન્ય પ્રેક્ટિસ કરવાવાળા, 184 વિશેષજ્ઞ, 149 રેજિડેંટ મેડિકલ ડૉક્ટર અને 162 મેડિકલ વિદ્યાર્થીઓ છે કે જેઓએ આ અરજી પર હસ્તાક્ષર કર્યા છે. ડૉક્ટરોની સેલરી વધવાથી નર્સો અને ક્લાર્કો પર ભારે બોજ આવી ગયો છે અને દર્દીઓની સેવામાં ઊણપ આવી કેમ કે સાર્વજનિક સ્વાસ્થ્ય દેખભાળની પ્રણાલીનાં બજેટમાં કપાત કરવામાં આવી.

ડૉક્ટરો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ પત્ર પર એવું લખવામાં આવ્યું છે કે આ વૃદ્ધિ દરેકને ચોંકાવનાર છે કેમ કે અમારી નર્સો, ક્લાર્કો અને અન્ય પેશાવરોને વધારે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

You might also like