Categories: Ahmedabad Gujarat

CBSEનાં રિઝલ્ટ માટે બોર્ડની વેબસાઈટ ઉપરાંત વધુ એક અોપ્શન

અમદાવાદ: સીબીએસઇ રિઝલ્ટ જાહેર થાય ત્યારે વિદ્યાર્થીઓને સામાન્ય રીતે વેબસાઇટ હેંગ થઇ જવાની સાથે સર્વર ડાઉન થતું હોવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓને તેમનું રિઝલ્ટ જોવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.

આ વર્ષથી ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને પરિણામ બાબતે કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સીબીએસઇ બોર્ડ દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. આ વર્ષથી સીબીએસઇ દ્વારા રિઝલ્ટ મામલે ગૂગલ સાથે ટાઇઅપ કરાયું છે, જેના માટે વિદ્યાર્થીઓને જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે પરિણામ જોવા માટે બે વિકલ્પ મળશે.

એક વિકલ્પ સીબીએસઇ વેબસાઇટનો હશે અને બીજો વિકલ્પ ગૂગલના રિઝલ્ટ ઓપ્શન પર ‌િક્લક કરીને પરિણામ જાણવાનો હશે. આ સુવિધા હેઠળ વિદ્યાર્થીએ ગૂગલ પર ક્લિક કરીને પોતાનાં રોલ નંબર-જન્મતારીખ એન્ટર કરવાનાં રહેશે. ત્યારબાદ તેને પરિણામ સંબંધિત તમામ માહિતી મળી જશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ પરિણામ ર૩ અથવા ર૮ મેના રોજ જાહેર કરાશે.

સીબીએસઇ ધો.૧રની પરીક્ષા પ માર્ચે યોજાઇ હતી. વિદ્યાર્થીઓ માટે પરિણામ જાણવા માટે બોર્ડ હેલ્પલાઇન પણ જાહેર કરશે, જેમાં વિદ્યાર્થી પોતાનો પરીક્ષા નંબર જણાવીને પરિણામ જાણી શકશે. તેના માટે વિદ્યાર્થીઓએ પ્રતિમિનિટનાે ૩૦ પૈસા ચૂકવવાે પડશે. ‌િડજિટલ લોકર મારફતે પણ સીબીએસઇ વિદ્યાર્થી રજિસ્ટર્ડ મોબાઇલ પર એકાઉન્ટ ડિટેઇલ મેળવી બોર્ડની માર્કશીટ પોતાના લોકરમાંથી મેળવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધો.૧૦ અને ૧રની પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના બની હતી, જેના કારણે ગત વર્ષની તુલનાએ આ વર્ષે પરિણામ મોડું જાહેર થવાની શક્યતા છે.

divyesh

Recent Posts

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

6 mins ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

7 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

17 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

22 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

27 mins ago

બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં 'રોય', 'રોકઓન-૨', 'કહાની-૨' અને 'ડેડી' જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે…

43 mins ago