Taxpayer પોતાની કોઇપણ પ્રોપર્ટીને સેલ્ફ ઓક્યુપાઇડ તરીકે કરી શકશે જાહેર

મુંબઈ: ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલની મુંબઈ બેન્ચે કરદાતાઓના એ અધિકારને માન્ય રાખ્યો હતો કે જેના હેઠળ કરદાતા પોતાની કોઈ પણ હાઉસ પ્રોપર્ટીને પોતાના અંગત આવાસ તરીકે બતાવી શકે છે. ટ્રિબ્યૂનલે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે કરદાતાને એ અધિકાર છે કે તે પોતાની કોઈ પણ પ્રોપર્ટીને સેલ્ફ ઓક્યુપાઈડ જાહેર કરી શકે છે.

તેના પર તેને કોઈ પણ ટેક્સ આપવો પડતો નથી એટલું જ નહીં, આ પોપર્ટી પર મળનાર ભાડાની રકમ પણ ટેક્સના દાયરામાંથી બાકાત રહેશે. જો કોઈ કરદાતા પોતાના ઈન્કમટેક્સ રિટર્નમાં પોતાની કોઈ હાઉસ પ્રોપર્ટીને અંગત આવાસ જાહેર કરે છે અને વાસ્તવિક ટેક્સ એસેસમેન્ટ દરમિયાન તેને બદલી નાખે છે તો તેનો અધિકાર રહેશે.

ભલે પાછળથી સામેલ કરવામાં આવેલ આ પ્રોપર્ટી વધુ વૈભવી વિસ્તારમાં કેમ ન હોય? તેનાથી કરદાતાને ઈન્કમટેક્સમાં ખર્ચાતી રકમ ઘટાડવામાં મદદ મળી રહેશે. આઈટી એક્ટ અનુસાર કોઈ પણ વ્યક્તિના નામે એકથી વધુ હાઉસ પોપર્ટી હોય તો તે કોઈ પણ એક આવાસને સેલ્ફ ઓક્યુપાઈડ એટલે કે અંગત આવાસ તરીકે જાહેર કરી શકે છે.

You might also like