વધુ પડતાં અાલ્કોહોલિક ડ્રિન્ક્સથી હાર્ટબીટ્સ અનિયમિત થાય એ જોખમી લક્ષણ

જર્મનીના મ્યુનિકમાં ઓક્ટોબરફેસ્ટ નામનો બિયર-ફેસ્ટિવ યોજાય છે. એમાં લોકો બેફામ બિયર ઢીંચે છે. નિષ્ણાતોએ અા ફેસ્ટિવલમાં પીને ટલ્લી થયેલા ૩૦૦૦ લોકોનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે વધુપડતું અાલ્કોહોલિક પીણું પીનારાઓના હાર્ટબીટ્સમાં અનિયમિતતા અાવે છે. કાર્ડિએક એરિધમિયા તરીકે જાણીતી અા મેડિકલ કન્ડિશનને કારણે લાંબા ગાળે સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે. અભ્યાસુઓએ નોંધ્યું હતું કે અાલ્કોહોલિક પીણાંથી હાર્ટબીટમાં અનિયમિતતા માત્ર મેદસ્વી કે ઓવરવેઈટ લોકોમાં જ નહીં, સ્લિમ લોકોમાં પણ જોવા મળે છે.
http://sambhaavnews.com/

You might also like