ઘરે બનાવો આ રીતે દરેકને ટેસ્ટી લાગે તેવો “મગની દાળનો હાંડવો”

મગની દાળનો હાંડવો બનાવવાની સામગ્રીઃ
પીળી મગની દાળઃ 1 કપ (3 કલાક સુધી ભીની કરેલ)
રવોઃ 2 ટી સ્પૂન
કાપેલું ગાજરઃ 1/2 કપ
દહીં: 2 ટી સ્પૂન
1/2 ટી સ્પૂન: મીઠી સાકર
આદું, મરચાંની પેસ્ટ: 2 ટી સ્પૂન
કટીંગ કરેલ કોથમીર: 2 ટી સ્પૂન
મીઠું: સ્વાદ અનુસાર
ફ્રુટ સોલ્ટઃ 2 ટી સ્પૂન
પાણીઃ 2 ટી સ્પૂન


મગની દાળનો હાંડવો બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે એક બાઉલ લો. તે બાઉલમાં ચારણીથી મગની દાળ નાખવી. જેને લીધે તેમાંથી બધું જ પાણી નીકળી જાય. હવે તે દાળને મિક્ષરમાં સારી રીતે પીસી નાખવી. ત્યાર બાદ દાળની આ પેસ્ટમાં ગાજર, રવો, દહીં, આદું-મરચાંની પેસ્ટ, સાકર, કોથમીર અને મીઠું નાખવું.

હવે આ મિશ્રણને ખૂબ જ સરસ રીતે મિક્ષ કરી નાખવું. આ મિશ્રણને મિક્ષ કર્યા બાદ તેમાં ફ્રુટ સોલ્ટ અને પાણી ઉમેરવું. હવે ફરીથી ધીમા હાથે આ મિશ્રણને બરાબર હલાવવું. તો લો હવે તૈયાર થઇ ગયું છે તમારૂ આ મિશ્રણ.

હવે વઘાર કરવા માટેની રીતઃ
જરૂરિયાત મુજબ જોઇતી સામગ્રીઃ
તેલઃ 2 ટી સ્પૂન
રાઇઃ 1/2 ટેબલ સ્પૂન
હિંગઃ 1/2 ટેબલ સ્પૂન

રીતઃ
સૌ પ્રથમ એક પેન લો. તેમાં તેલ, રાઇ અને હિંગ નાખો. અને તે નાખ્યા બાદ આમાં તૈયાર કરેલ દાળનું મિશ્રણ તેમાં નાખી દેવું. હવે ધીમા ગેસે 7થી 8 મિનીટ સુધી હાંડવાને બરાબર ગરમ થવા દો. પછી આ હાંડવાને એક પ્લેટ પર ઉલટો કરી નાખવો.

હવે તેને ફરી વાર ઉલ્ટો કરી તેને બીજી બાજુ શેકાવવા માટે ઢાંકી દેવો. તેને બીજી બાજુ ઉલ્ટો કર્યા બાદ તેને 5 મિનીટ સુધી શેકવા દેવો. તો લો હવે તૈયાર છે તમારો આ હાંડવો. હવે તમે તમારા મહેમાન માટે તેને તમારા મનપસંદ આકારમાં કાપીને તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

You might also like